દિલ્હી(Delhi)ના સંગમ વિહાર(Sangam Vihar) વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 7-8 બદમાશોની ટોળકીએ લૂંટ(Gang robbery) માટે રાત્રે રસ્તા પર જઈ રહેલા 2 યુવકોને રોક્યા અને વિરોધ કરવા પર એક યુવકના માથા પર પથ્થર મારીને હત્યા કરી. જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
View this post on Instagram
આ ઘટના 20 ડિસેમ્બરની રાત્રે બની હતી:
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 20 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે બની હતી. આશરે 7-8 બદમાશોની ટોળકી લૂંટના ઇરાદે પ્લાન કરીને શેરીમાં પગપાળા નીકળી હતી. તે જ સમયે બદમાશોની સામેથી બે યુવકો આવતા જોવા મળ્યા હતા. બદમાશોએ તેમને રોક્યા અને લૂંટનો પ્રયાસ કર્યો. જ્યારે યુવકોએ વિરોધ કર્યો તો બદમાશોએ તેમને ઘેરી લીધા અને માર મારવા લાગ્યા.
નીચે પછાડી ઇંટો અને પથ્થરો વડે કર્યો હુમલો:
બદમાશોના મારને કારણે બંને યુવકો પડી ગયા, ત્યારબાદ બદમાશોએ શેરીમાં પડેલા ભારે પથ્થરો અને ઈંટો ઉપાડી લીધા અને નીચે પડેલા યુવકોને મારવા લાગ્યા. જ્યારે એક યુવકે કોઈક રીતે ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે બદમાશોએ તેને ધક્કો માર્યો હતો. આ પછી એક બદમાશોએ યુવકના ગળા પર પગ મૂક્યો અને બીજાએ તેની છાતી અને માથા પર ઈંટ વડે હુમલો કર્યો.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ:
આ ભયાનક હુમલામાં બંને યુવકો બેભાન થઈ ગયા ત્યારે બદમાશોએ તેમના ખિસ્સામાંથી 3 હજાર રૂપિયા કાઢી લીધા હતા. આ પછી, તેમને નજીકના ગટરમાં ખેંચી ગયા અને પછી ગંદા પાણીમાં ફેંકી દીધા. જ્યારે બદમાશો બંને યુવકોની હત્યા કરી રહ્યા હતા ત્યારે એક બાઇકર ત્યાંથી પસાર થયો હતો, પરંતુ બદમાશોની સંખ્યા જોઈને તેણે રોકવાની હિંમત ન કરી અને ત્યાંથી નીકળી ગયો. તે જ સમયે, ગુનાને અંજામ આપ્યા પછી, બદમાશો ત્યાંથી આરામથી ચાલતા જતા હતા. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
ઘટનામાં સંડોવાયેલા એક બદમાશની ધરપકડ:
પોલીસનું કહેવું છે કે, આ સમગ્ર ઘટના લૂંટના ઈરાદે અંજામ આપવામાં આવી હતી. આ ઘટનાનો ભોગ બનેલા અજીત નામના વ્યક્તિનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, જે બાદ પોલીસે બદમાશો સામે લૂંટ તેમજ હત્યાનો કેસ નોંધ્યો છે. આ ઘટનામાં સામેલ મોહમ્મદ રમઝાન નામના બદમાશની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે 2 સગીર સહિત લગભગ 7-8 બદમાશો હત્યા અને લૂંટમાં સામેલ હતા. તેની ધરપકડ માટે પ્રયાસો ચાલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.