ગેસ પર છોલેચણા મૂકી સુઈ ગયાં યુવકો, સવારે મળ્યા બંનેના મૃતદેહ; જાણો સમગ્ર ઘટના

Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના નોયડાના સેક્ટર 70માં એક ઘટના સામે આવી છે. અહીંયા નાની એવી ભૂલને કારણે બે લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. નોઈડાના સેક્ટર 70 માં આવેલા બસઈ ગામમાં બે યુવકો ભાડાના મકાનમાં રહેતા હતા. જેનું શ્વાસ રૂંધાવાને (Uttar Pradesh News) કારણે મૃત્યુ થયું છે. ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી. ઘરનો દરવાજો તોડી બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા. બંનેને સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. હોસ્પિટલમાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા છે. પોલીસે ક્લાસને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે.

છોલે કુલચાની લારી ચલાવતા હતા
બંને મૃતકોની ઓળખ ઉપેન્દ્ર અને શિવમ તરીકે થઈ છે. મળતી જાણકારી અનુસાર બંને છોલે કુલ્ચાની લારી લગાવતા હતા. આ બંને બસઈ ગામમાં ભાડે એક નાની રૂમમાં રહેતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર બંને રાત્રે છોલે ચણાને ગેસ પર બાફવા માટે મૂક્યા હતા. અને તેઓ સુઈ ગયા હતા. આખી રાત ગેસ ચાલુ રહ્યો હતો જેનાથી છોલે બળી ગયા અને આખા રૂમમાં ધુમાડો ભરાઈ ગયો. આજુબાજુના લોકો રૂમમાં ધુમાડો જોયો તો દરવાજો તોડ્યો હતો. બંને યુવકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તો તેનું મૃત્યુ થઈ ગયું હતું.

ઓક્સિજનની અછતને કારણે થયું મોત
તેમજ આ મામલે જાણકારી આપતા નોઈડા સેન્ટ્રલ ઝોનના એસીપી રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં શ્વાસ રૂંધાવાને કારણે મૃત્યુ થયું હોય તેવું લાગી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે શ્વાસ રૂંધાવાનું કારણ ઓક્સિજનની અછત અને કાર્બન મોનોક્સાઈડની વધારે માત્રા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રૂમમાં હવા અવરજવર થઈ શકે તેવી કોઈ બારી ન હતી, જેના લીધે ગેસ અને ધુમાડો ભેગો થઈ ગયો હતો. બંનેના શરીર પરથી કોઈ પ્રકારની ઈજાના નિશાન મળ્યા નથી. મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ કહી શકાશે.