Legends League Cricket: લીજેન્ડ્સ ક્રિકેટ લીગ 2024નો ફાઈનલ મુકાબલો ગઈકાલે સધર્ન સુપર સ્ટાર્સ અને કોણાર્ક સૂર્ય ઓડિશા વચ્ચે બક્ષી સ્ટેડિયમમાં રમાઈ હતી. જ્યાં સધર્નની ટીમ સુપર ઓવર મેચ જીતવામાં સફળ રહી હતી. આ મેચ દરમિયાન કોણાર્કના ઓલરાઉન્ડર (Legends League Cricket) યુસુફ પઠાણે ધમાકેદાર બેટિંગ કરી હતી પરંતુ તેમ છતાં તે પોતાની ટીમને જીતાડવામાં નિષ્ફળ રહ્યો હતો. આ મેચમાં તે પોતાની ટીમ માટે છઠ્ઠા સ્થાને બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે 223.68ના સ્ટ્રાઈક રેટથી 38 બોલમાં 85 રનની અણનમ અડધી સદી ફટકારી હતી. તેમણે 8 ગગનચુંબી છગ્ગા અને 6 શાનદાર ચોગ્ગા ફટકાર્યા હતા. પરિણામ એ આવ્યું કે કોણાર્કની ટીમ મેચ ડ્રો કરવામાં સફળ રહી.
સૌથી વધુ 7 રનની ઈનિંગ રમી
જો કે, સુપર ઓવરમાં કોણાર્કની ટીમ કમાલ ન કરી શકી અને તેને હારનો સામનો કરવો પડ્યો હતો. સુપર ઓવર મેચમાં કોણાર્કની ટીમ પ્રથમ બેટિંગ કરીને 1 ઓવરમાં 13 રન બનાવી શકી હતી. ટીમ માટે યુસુફ પઠાણે 5 બોલમાં 1 સિક્સરની મદદથી સૌથી વધુ 7 રનની ઈનિંગ રમી હતી. તેમના સિવાય કેપ્ટન ઈરફાન પઠાણે 1 બોલમાં 1 રનની અણનમ ઈનિંગ રમી હતી અને રિચર્ડ લેવીએ 1 બોલમાં 4 રનની અણનમ ઈનિંગ રમી હતી.
વિપક્ષી ટીમ સધર્ન સુપર સ્ટાર્સે આપેલા ટાર્ગેટને ચેઝ કરવા માટે માર્ટિન ગુપ્ટિલ અને પવન નેગી મેદાનમાં ઉતર્યા હતા. જ્યાં ગુપ્ટિલે માત્ર 3 બોલમાં 2 છગ્ગાની મદદથી 12 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે નેગી 1 બોલમાં 1 અણનમ રન અને ચિરાગ ગાંધી 1 બોલમાં 1 અણનમ રન બનાવવામાં સફળ રહ્યો હતો.
He tried so hard, he got so far..
In the end, Yusuf Pathan’s masterful 38-ball 85 didn’t prove enough to take Konark Suryas to the LLC title. But what a knock it was.🫡#LLCT20onFanCode pic.twitter.com/WlbjVHHHmn
— FanCode (@FanCode) October 16, 2024
164/6 રન બનાવવામાં સફળ રહી હતી સધર્ન સુપર સ્ટાર્સની ટીમ
બક્ષી સ્ટેડિયમમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સધર્ન સુપર સ્ટાર્સની ટીમે 6 વિકેટના નુકસાન પર 164 રન બનાવી શકી હતી. ટીમ માટે સૌથી વધુ સ્કોર હેમિલ્ટન મસાકાડજાએ બનાવ્યો હતો. જેણે 58 બોલમાં 83 રનની વિસ્ફોટક અડધી સદી ફટકારી હતી. વિપક્ષી ટીમે આપેલા 165 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી કોણાર્કની ટીમ પણ 9 વિકેટના નુકસાન પર 164 રન જ બનાવી શકી હતી. ત્યારબાદ મેચનું પરિણામ સુપર ઓવર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App