Yuva Yatri SUMMER BEACH CAMPING 2024: આ હોળી-ધુળેટીના સેલીબ્રેશન માટે ફાર્મહાઉસો, ક્લબ અને રિસોર્ટ અત્યારથી જ હાઉસ ફૂલ થઈ ગયા છે અને હોળી-ધુળેટી સેલિબ્રેશન ની પાર્ટીઓ ની ટિકિટ પણ મળી નથી રહી અથવા તો ટીકીટો ઉંચા ભાવે વેચાઈ રહી છે. ત્યારે શહેરથી થોડે દૂર શાંત અને કુદરતના સાનિધ્યમાં કુદરતના ખોળે સુરતની યુવા યાત્રી ટ્રેકિંગ એન્ડ કેમ્પિંગ કંપની તમારા માટે લઈને આવી ગયું છે,બે દિવસ અને એક નાઈટ સાથેનું હોલી સેલિબ્રેશન અને ટ્રેકિંગ પેકેજ. જેમાં તમે તમારા ફેમીલી કે મિત્રો સાથે ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી મસ્તીભરી હોળી ધુળેટી ઉજવણી થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.
Best SUMMER BEACH CAMPING 2024 by Yuva Yatri
યુવા યાત્રી ટ્રેકિંગ એન્ડ કેમ્પિંગ (Yuva Yatri) દ્વારા આ હોળી સેલિબ્રેશનમાં બે દિવસ તમને તમારા ફેમીલી કે મિત્રો સાથે તમને ખુબજ જલસા પડી જવાના છે. આ પેકેજની વાત કરીએ તો આ પેકેજમાં મ્યુઝિકલ ડીજે, બોન ફાયર, ગેમિંગ, પુલ પાર્ટી, એડવેન્ચર, જંગલ ટ્રેકિંગ, બીચ સનસેટ વ્યુ, ફોટોગ્રાફી, ડેમ સાઈટની મુલાકાત સાથે સાથે રહેવા માટે બીચ પર ટેન્ટ માં રાત્રિ રોકાણ અને ખૂબ જ (રેગ્યુલર અને જૈન) સ્વાદિષ્ટ જમવાનું પણ ઓપ્શન મળશે.
બે દિવસ અને એક રાત્રીના આ પ્રવાસમાં યુવાયાત્રી ટ્રેકિંગ એન્ડ કેમ્પિંગ દ્વારા શહેરના ઘોંઘાટ ભર્યા અને પ્રદૂષણ યુક્ત વાતાવરણ અને શહેરથી દુર મહારાષ્ટ્રના બીચ પોઈન્ટ પર શાંત અને કુદરતના સાનિધ્યમાં લઇ જવાનું આયોજન કરેલ છે. યુવા યાત્રી ની ટીમ પ્રવાસીઓને ૨ દિવસ સવાર બપોર સાંજ શુધ્ધ સાત્વિક અને સ્વાદિષ્ટ જમવાનું પીરસવાની છે અને સાથે સાથે ચા અને કોફી તો ખરી જ! આ પેકેજ બુક કરાવનારને સુરત થી સુરત આવવા જવા માટે બસની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ બે દિવસના પ્રવાસમાં હોળી ધુળેટીની શાનદાર ઉજવણી તો થશે જ પણ સાથે સાથે પ્રવાસીઓને સુંદર અને મનોરમ્ય એવા અસવાલી ડેમની મુલાકાત અને જંગલ ટ્રેકિંગ પણ યુવા યાત્રી ટ્રેકિંગ અને કેમ્પિંગ ટીમ દ્વારા કરાવવામાં આવશે. અને રાત્રિના સમયે રહેવા માટે શેરિંગ બેઝ પર ટેન્ટની સુવિધા પણ કરવામાં આવી છે. રાત્રિના સમયે બોનફાયર સાથે તમે અહીં મ્યુઝિક અને ડીજે પાર્ટીનો આનંદ પણ માણી શકવાના છો.
યુવા યાત્રી ટ્રેકિંગ એન્ડ કેમ્પિંગ દ્વારા ધૂળેટીના દિવસે ધુળેટી સેલિબ્રેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે તમે અહીં સ્વિમિંગ પુલમાં કેસુડાં થી રંગેલ સ્વીમીંગ પુલ પાર્ટીનો આનંદ પણ મળી શકશો તેમજ મ્યુઝિક સાથે તમે તમારા મિત્રો સાથે ઓર્ગેનિક રંગ અને ગુલાલથી હોળી પણ રમી શકશો.
સાથે સાથે સાહસિક પ્રેમીઓ માટે અહીં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર એવું જંગલનું ટ્રેકિંગ અને કેમ્પિંગની પણ એડવેન્ચર ભરી મજા તમે લઈ શકવાના છો અને સાથે સાથે આ બે દિવસના ઉજવણીના કાર્યક્રમમાં બીજું ઘણું બધું છે અને તે જાણવા માટે અને માણવા માટે તમારે યુવા યાત્રી દ્વારા ટ્રેકિંગ અને કેમ્પિંગની આ હોળી ધુળેટી ની ટુરમાં તમારા જીવનસાથી, મિત્રો કે પરિવારજનો સાથે આવવું પડશે! પેકેજની વધુ જાણકારી માટે આપ આજે જ સંપર્ક કરો હિરેન પટેલ 96383-61778 અથવા વિઝીટ કરો: https://yuvayatri.com/