ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ વારંવાર વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તે હંમેશા તેમની વાંધાજનક ટિપ્પણીઓ અંગે વિવાદ ઉભો થયો છે, આ વખતે કિસાન આંદોલન દરમિયાન હિન્દુઓ પર વિવાદિત નિવેદનો આપવાનો આરોપ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોતાના નિવેદનોને લઇ મોટાભાગે વિવાદોમાં રહેતા પૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહ (Yograj Singh) એ આ વખતે હિન્દુ (Hindu)ઓને લઇ આપત્તિજનક ટિપ્પણી કરી છે. પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ (Yuvraj Singh)ના પિતા યોગરાજ ખેડૂત આંદોલન (Farmer Protest)ને સમર્થન કરવા ગરમ્યાન ભાષણ આપતા દેખાયા હતા.
વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, યોગારાજસિંહે દિલ્હી સરહદ પર ચાલતા ખેડૂત વિરોધ પ્રદર્શનમાં હિન્દુઓને દેશદ્રોહી કહ્યા છે. આ વીડિયો વાયરલ થયા પછી ટ્વિટર પર યોગરાજ સિંહની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ટ્વિટર પર #ArrestYograjSingh હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ વાયરલ વીડિયોને ઘણા લોકોએ ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં યોગરાજ સિંઘ પંજાબીમાં ભાષણ આપી રહ્યા છે. ભાષણ દરમિયાન યોગરાજ સિંહે હિન્દુઓને ‘દેશદ્રોહી’ કહેવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
Shameful! #yograjsingh father of cricketer Yuvraj Singh abusing Hindus during farmer’s protests.
This is not acceptable.. I demand his arrest. @AmitShah ji. #ArrestYograjSingh
— Hardik M Dodiya (@HardikDodiya_) December 4, 2020
ઘણા ટ્વિટર વપરાશકર્તાઓએ વીડિયો શેર કર્યો છે અને કોંગ્રેસને ટેગ કર્યા છે. વિડિઓ શેર કરતી વખતે ઘણાં ટ્વિટર વપરાશકર્તાઓએ કહ્યું છે કે, આ ભાષા સ્વીકાર્ય નથી, તેમની ધરપકડ થવી જોઈએ. ઘણા ટ્વિટર યુઝર્સે યોગરાજસિંહના આ શબ્દોને દ્વેષપૂર્ણ ગણાવી છે. જોકે, યોગરાજસિંહે તેમના નિવેદન અંગે કોઈ સ્પષ્ટતા આપી નથી.
કેટલાંય લોકોએ યોગરાજના ભાષણને નિંદનીય, ભડકાઉ, અપમાનજનક, અને ધૃણાસ્પદ ગણાવ્યું છે. યોગરાજ પંજાબીમાં ભાષણ આપી રહ્યા છે તેમાં તેઓ હિન્દુઓ માટે ‘ગદ્દાર’ શબ્દનો ઉપયોગ કરતાં દેખાઇ રહ્યા છે. તેઓ કહેતા નજર આવી રહ્યા છે કે, ‘આ હિન્દુ ગદ્દાર છે, સો વર્ષ મુગલોની ગુલામી કરી.’ એટલું જ નહીં તેમણે મહિલાઓને લણ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
આ અગાઉ યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વિશેના વિવાદિત નિવેદનોથી ઘેરાયેલા હતા. યોગરાજસિંહે એમએસ ધોની વિરુદ્ધ વાત કરી હતી જ્યારે તેમના પુત્ર યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle