ઝિમ્બાબ્વેએ ગુરુવારે પર્થમાં તેમના ગ્રુપ 2 મુકાબલામાં પાકિસ્તાન હરાવીને આંચકો આપ્યો હતો કારણ કે મેન ઇન ગ્રીન લો સ્કોરિંગ મેચમાં 1 રનથી હારી ગયું હતું. ટૂર્નામેન્ટની આ વધુ એક અપસેટ છે, જેમાં પાકિસ્તાન તેની પ્રથમ 2 મેચ હારી ગયા બાદ હવે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.
ઝીમ્બાબ્વે એ આપેલા 131 રનનો ટાર્ગેટનો પીછો કરતા, ઓપનર બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન પર વધુ પ્રેશરને કારણે પાકિસ્તાનની કાયમી સમસ્યા પાવરપ્લેમાંરણ બનાવવાને બદલે વિકેટ ગુમાવી બેઠા. બાબર બ્રાડ ઇવાન્સની બોલ પર રેયાન બર્લને કેચ આપીને વિકેટ ગુમાવીને પેવેલિયન ભેગો થયો જ્યારે રિઝવાન મુઝારાબાનીના બોલ પર બોલ્ડ થયો.
શાન મસૂદ અને શાદાબ ખાને સિકંદર રઝાની બોલ પર મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિકેટ ગુમાવતા પહેલા પહેલા પાકિસ્તાનની ઇનિંગને સ્થિર કરી હતી. હૈદર અલી ના સ્થાને આવ્યો હતો પરંતુ તે બીજા જ બોલે પોતાની વિકેટ ગુમાવી બેઠો.
છેલ્લી બોલ સુધી રમાયેલી આ મેચમાં અંતિમ ૨ બોલમાં 2 રન કરવામાં પાકિસ્તાની ટીમ નિષ્ફળ રહી. ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને 1 રનથી હરાવ્યું છે. અંતિમ બોલ પર શાહીન શાહ આફ્રિદીએ માત્ર એક સિંગલ પૂર્ણ કરવામાં સફળ રહ્યોઅને બીજો રન કરતી વખતે રન આઉટ થાય છે. જ્યાં સુધી સેમિફાઇનલ રેસનો સંબંધ છે ત્યાં સુધી પાકિસ્તાન માટે આ એક મોટી હાર છે. અને તેની સેમી ફાઈનલ ની રાહ મુશ્કેલ બની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.