આગામી 27મી સપ્ટેમ્બરનાં રોજ ‘દીકરી દિવસ’ની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતમાં આવેલ રણકાંઠાનાં ઝીંઝુવાડા ગામની ક્ષત્રિય દીકરીએ અમેરિકામાં માત્ર 3 મહિનાની આકરી ટ્રેનિંગ લઈને ન્યુકેલિયર સ્પેશિયાલિસ્ટ બનવાની તૈયારી કરી રહી છે. આજના સમયમાં દીકરીઓ પણ પુરૂષ સમોવડી બનીને ચંદ્ર પર પહોંચીને વિશ્વમાં ડંકો વગાડી રહી છે.
ભારતમાં આગામી 27 સપ્ટેમ્બરનાં રોજ ‘દીકરી દિવસ’ની ઉજવણી થઇ રહી છે ત્યારે ગુજરાતમાં દીકરીઓ માટે આર્મીમાં મોકલવાની વાત તો ધોળા દિવસે તારા જોવાં જેવી અશક્ય વાત રહેલી છે. ત્યારે આ દીકરીની સિદ્ધિને લીધે રાજ્યનાં CM વિજય રૂપાણીએ વીડિયો સંદેશ દ્વારા શુભકામના પાઠવી છે.
અમેરિકન આર્મીમાં CBRN સ્પેશિયાલિસ્ટ બની સેવા બજાવશે :
ઝીંઝુવાડામાં રહેતાં કનકસિંહ ઝાલા તથા ફાલ્ગુનીબા ઝાલાની માત્ર 20 વર્ષની દીકરી દેવકીબા ઝાલાએ ગયા સપ્તાહમાં અમેરિકન આર્મીની માત્ર 3 મહિનાની ખૂબ જ આકરી ટ્રેનિંગ પૂર્ણ કરીને એડવાન્સ ઇન્ડિવિજ્યુલ ટ્રેનિંગ એટલે કે AITમાં પ્રવેશ મેળવીને CBRN એટલે કે કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ તથા ન્યુક્લિયર સ્પેશિયાલિસ્ટ બનીને અમેરિકન આર્મીમાં સેવા બજાવશે.
પિતા દીકરીની સિદ્ધિથી ગદગદિત :
દવેકીબાએ ગયા સપ્તાહે જ પૂરી કરેલ કુલ 3 મહિનાની આકરી ટ્રેનિંગ પછી અમેરિકામાં રહેતા એના પિતા કનકસિંહ ઝાલા ગદગદિત છે. એના પિતાએ જણાવતાં કહ્યું હતું કે, મારી દીકરીએ કુલ 65 પાઉન્ડ વજનની સાથે કુલ 10 માઇલનો વોક, ગેસ ચેમ્બરમાં કામ, બોમ્બ ફોડવા તથા રાઇફલો ચલાવવાની તાલીમ લીધેલી છે.
અમેરિકન આર્મીમાં ટ્રેનિંગ લઈ દીકરીએ ગુજરાતનું નામ રોશન કર્યું : મુખ્યમંત્રી
CM વિજય રૂપાણીએ વીડિયો સંદેશમાં જણાવતાં કહ્યું હતું કે, આર્મીમાં ગુજરાતમાંથી ખૂબ ઓછા લોકો જાય છે ત્યારે રાજ્યની એક ક્ષત્રિય દીકરીએ અમેરિકન આર્મીની આકરી ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરીને રાજ્યનું જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશનું નામ રોશન કર્યું છે. દેવકીબાને શુભકામના પાઠવું છું.
પરિવારમાં 3 બહેન અને એક ભાઈ :
માતા-પિતાની સાથે લોસ એન્જલ્સમાં રહેતાં માત્ર 20 વર્ષનાં દેવકીબા કનકસિંહ ઝાલા અમેરિકામાં કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. દેવકીબાની નાની બહેન વૈદેહિબાને પણ કાર્ડિયોસર્જનનો અભ્યાસ કરીને અમેરિકન આર્મીમાં જોડાવવાનું સ્વપ્ન રહેલું છે. જ્યારે એનાથી નાના ટ્વિન્સ ભાઇ-બહેન દર્શનસિંહ તેમજ દર્શનાબા અમેરિકામાં ધોરણ-9માં અભ્યાસ કરી રહ્યાં છે.
દેવકીબાનો પિતરાઈ ભાઈ પણ US એરફોર્સમાં છે :
અમેરિકામાં રહેતાં કનકસિંહ ઝાલાનાં ભાઈ ઘનશ્યામસિંહ ઝાલાનો પુત્ર જયદેવસિંહ ઝાલાએ પણ અમેરિકન એરફોર્સમાં ફરજ બજાવવાની સાથે ઝીંઝુવાડા ગામનું તેમજ સમસ્ત ઝાલા ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle