કોરોના વચ્ચે PM મોદીએ એવું તો શું કર્યું કે, કોઈ પણ દેશ આજ સુધી નથી કરી શક્યો?

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આવા સમયની વચ્ચે મોદી સરકારને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે. ભારતમાં માત્ર 1 દિવસમાં 1…

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આવા સમયની વચ્ચે મોદી સરકારને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે. ભારતમાં માત્ર 1 દિવસમાં 1 લાખથી વધારે દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે. આની સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા 45 લાખને પાર પહોંચી ગઈ છે તથા રિકવરી રેટ કુલ 80.86% થઈ ગયો છે.

દેશમાં છેલ્લા કુલ 4 દિવસમાં કોરોનાનાં નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે છે એમ સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવતાં કહ્યું હતું. PTIની ટેલી પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 45,68,479 દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોનાનાં કેસ કુલ 56,30,192 થયા છે તેમજ મૃત્યુઆંક કુલ 89,911 પહોંચી ગયો છે.

ભારતમાં કોરોનાથી સાજા થયેલ દર્દીઓમાંથી કુલ 79% દર્દીઓ 9 રાજ્યોના છે. આ કુલ 9 રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, ઓડિશા, દિલ્હી, કેરળ, પશ્ચિમ બંગાળ તથા પંજાબનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં માત્ર 1 દિવસમાં કુલ 32,000થી વધારે કોરોનાના દર્દીઓ સાજા થયા છે.

જ્યારે આંધ્ર પ્રદેશમાંથી માત્ર 1 દિવસમાં કુલ 10,000થી વધારે દર્દીઓ સાજા થઈ ગયાં છે. કોરોનાનાં રિકવરી રેટમાં ભારત વિશ્વમા પ્રથમ ક્રમે આવે છે. કેન્દ્ર સરકારની ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ વ્યૂરચના તથા કેન્દ્રના નેતૃત્વમાં લેવાયેલાં આગોતરા પગલાંને લીધે દેશમાં કોરોનાનાં રિકવરી રેટમાં વધારો થયો છે.

કેન્દ્ર સરકારે જાહેર કરેલ અસરકારક ક્લિનિકલ મેનેજમેન્ટ તથા સારવારની પ્રોટોકોલને કારણે ભારતમાં રિકવરી રેટમાં વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવતાં કહ્યું હતું કે, વિશ્વમાં ભારતમાં કોરોનાથી સાજા થયેલ દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. છેલ્લા 4 દિવસમાં આ સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

છેલ્લા 4 દિવસથી દેશમાં કોરોનાના નવા કેસની તુલનામાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. આ દરમિયાન PM નરેન્દ્ર મોદી એક બેઠકમાં દેશમાં કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત કુલ 7 રાજ્યોના CM તેમજ સ્વાસ્થ્ય મંત્રીઓની સાથે બુધવારે કોવિડ-19 અંગે સમિક્ષા કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *