ઘરના વડીલ ઝિઓના ચના(Ziona Chana) વિશ્વના સૌથી મોટા પરિવાર(Biggest family in the world)ને લઈને જાણીતા છે. એક સમાચાર અનુસાર, ઝિઓનાને 39 પત્નીઓ છે. તે જ સમયે, તેના 90 થી વધુ બાળકો છે. પરિવારમાં ઘણી પુત્રવધૂઓ અને 30 થી વધુ પૌત્રો છે. આ હિસાબે ઝિઓના ચનાના પરિવારમાં 180થી વધુ લોકો છે.
ઝિઓના ચનાનો જન્મ 21 જુલાઈ 1945ના રોજ થયો હતો. તેણે પ્રથમ લગ્ન 17 વર્ષની ઉંમરે કર્યા હતા. તેની પહેલી પત્ની તેના કરતા ત્રણ વર્ષ મોટી છે. ચણાના સંબંધીઓના જણાવ્યા અનુસાર તે ગત 7 જૂનથી બીમાર હતા. તે કંઈપણ ખાવા-પીવામાં પણ અસમર્થ હતા. તબીબોએ પરિવારને કહ્યું કે તેમને વહેલી તકે લોહીની જરૂર છે. ચનાને ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર હતું, પરંતુ તેમનું સારવાર દરમિયાન જ મોત થયું હતું.
ઝિઓના ચનાનો પરિવાર મિઝોરમના બટવાંગ ગામમાં એક મોટા મકાનમાં સાથે રહે છે, પર્વતોની વચ્ચે ચના તેના પુત્રો સાથે સુથારનું કામ કરતા હતા. તેમના ઘરમાં કુલ 100 રૂમ છે.
વિશ્વના આ સૌથી મોટા પરિવાર માટે મોટા ઘરમાં એક મોટું રસોડું પણ છે. જ્યાં સવારથી જ પરિવારની મહિલાઓ 200 જેટલા લોકો માટે ભોજન રાંધવા માટે બેસી જાય છે.
અહીં એક દિવસમાં લગભગ 45 કિલો ચોખા, 25 કિલો દાળ, 60 કિલો શાકભાજી, 30 થી 40 ચિકન અને ડઝનેક ઈંડા બનાવવામાં આવે છે. આ સાથે, આખો પરિવાર 20 કિલો ફળો પણ ખાય છે. એક પરિવારને બે મહિના માટે જે રાશન મળે છે, તેમાં માત્ર એક દિવસનું ભોજન અહીં તૈયાર થાય છે.
મિઝોરમમાં યોજાનારી ચૂંટણીમાં આ પરિવારની ભૂમિકા સૌથી મહત્વની છે. આ જ કારણ છે કે ચૂંટણી સમયે પણ ચણાના પરિવારને ઘણું મહત્વ આપવામાં આવે છે. કહેવાય છે કે આ પરિવાર જે પણ પક્ષને સમર્થન આપે છે, તેમની જીત લગભગ નિશ્ચિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.