ગુજરાત: વડોદરા (Vadodara) માં આવેલ પાદરા (Padra) તાલુકાના ગોરીયાદ (Goriyad) ગામ (Village) નજીક વડોદરા શહેર કોંગ્રસ (Congress) ના પૂર્વ પ્રમુખ સહિત 10 નબીરાઓ દારૂની મહેફિલ માણતા પકડાઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. દારૂની મહેફિલ માણતા તાલુકાના નબીરાઓને પકડી પાડીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે 10 નબીરાની અટકાયત કરી:
પાદરા પોલીસ દ્વારા પાદરામાં આવેલ ગોરીયાદ પાસેના ખુલ્લામાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા દારૂના મુદ્દામાલ સાથે 10 નબીરાની અટકાયત કરવામાં આવી હતી તેમજ પાદરા પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા છે. નબીરાઓ સાથે વડોદરા શહેર કોંગ્રસના પૂર્વ પ્રમુખ સંજય સોલંકી તેમજ તેમના ભાઈ પણ સામેલ છે.
પ્રોહિબિશન એક્ટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી:
પાદરા પોલીસ દ્વારા દારૂની મહેફિલ માણતા પકડેલ આરોપીઓમાં કોંગ્રસના પૂર્વ પ્રમુખ સંજય રાવજી સોલંકી, મયુરસિંહ નટવરવરસિંહ પરમાર, મહેન્દ્ર બાબુ સોલંકી, વિજય બાબુ લુહાર, જય સુધીર પટેલ, મીત વિષ્ણુ પ્રજાપતિ, આરીફ અનવર વ્હોરા, હાર્દિક જયંતીભાઈ ગોહિલ, પ્રવીણ કિશોરસિંહ ગોહિલ તથા વિજય રાવજીભાઈ સોલંકી સામેલ છે તેમજ એમને પકડી પાડીને પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
કોઇ મુદ્દામાલ ન પકડાતા પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા:
પોલીસ દ્વારા જ્યાં જ્યાં દરોડા પાડવામાં આવે છે, ત્યાંથી દારૂના જથ્થા સહિત અન્ય મુદ્દામાલ જેવા કે મોબાઈલ, બાઈક, કાર તથા રોકડ રકમ જેવા મુદ્દામાલને કબ્જો લઇ તેને જપ્ત કરેલ મુદ્દામાલ તર્રીકે દર્શાવતી હોય છે. જયારે આ કેસમાં પોલીસ દ્વારા કોઈપણ મુદ્દામાલ બતાવ્યો ન હોવાને લીધે પોલીસની કાર્યવાહી ક્યાંક કાચી રહી હોય તેમજ બંધ બારણે ગોઠવણ થઇ ગઈ હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.