03 ઓગસ્ટ 2022: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, SMS દ્વારા જાણો તમારા શહેરના નવા ભાવ

03 ઓગસ્ટ 2022 પેટ્રોલ-ડીઝલના ભાવ: ઈંધણના ભાવ આજે સ્થિર છે. ભારતમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તમને જણાવી દઈએ કે, 21…

03 ઓગસ્ટ 2022 પેટ્રોલ-ડીઝલના ભાવ: ઈંધણના ભાવ આજે સ્થિર છે. ભારતમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તમને જણાવી દઈએ કે, 21 મે શનિવારના રોજ કેન્દ્રની મોદી સરકારે વાહન ઈંધણ એટલે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરીને સામાન્ય માણસને રાહત આપી હતી. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી લોકોને થોડી રાહત મળી છે.

જણાવી દઈએ કે આ પહેલા પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો બાદ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. કેન્દ્રની મોદી સરકાર દ્વારા પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ પછી પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થયું છે. તમને જણાવી દઈએ કે, હવે દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લિટર છે. ત્યારપછી ઈંધણના ભાવમાં કોઈ વધારો થયો નથી.

અન્ય મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લીટર છે. અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લિટર છે.
કોલકાતામાં પેટ્રોલની કિંમત 106.3 રૂપિયા પ્રતિ લીટર છે. અને ડીઝલની કિંમત 92.76 રૂપિયા પ્રતિ લિટર છે.
મુંબઈમાંપેટ્રોલની કિંમત 111.35 રૂપિયા પ્રતિ લીટર છે. અને ડીઝલની કિંમત 97.28 રૂપિયા પ્રતિ લિટર છે.

ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 110.85 રૂપિયા પ્રતિ લીટર છે. અને ડીઝલની કિંમત 92.96 રૂપિયા પ્રતિ લિટર છે.
અમદાવાદમાં પેટ્રોલની કિંમત 96.42 રૂપિયા પ્રતિ લીટર છે. અને ડીઝલની કિંમત 92.17 રૂપિયા પ્રતિ લિટર છે.
સુરતમાં પેટ્રોલની કિંમત 96.30 રૂપિયા પ્રતિ લીટર છે. અને ડીઝલની કિંમત 92.06 રૂપિયા પ્રતિ લિટર છે.

આ રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100ને પાર  
તમને જણાવી દઈએ કે મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે દિલ્હી, મધ્યપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાની ઉપર ચાલી રહી છે.

SMS દ્વારા જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત
પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ અપડેટ થાય છે. આવી સ્થિતિમાં, તમે ફક્ત એક SMS દ્વારા તમારા શહેરમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. આ માટે ઈન્ડિયન ઓઈલના ગ્રાહકોએ 9224992249 નંબર પર RSP કોડ મોકલવાનો રહેશે અને તમને પેટ્રોલ અને ડીઝલની કિંમત ખબર પડશે.

દરરોજ સવારે અપડેટ થાય છે પેટ્રોલ-ડીઝલના ભાવ 
પેટ્રોલ અને ડીઝલના ભાવ ફોરેક્સ દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતના આધારે દરરોજ અપડેટ થાય છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓ દરરોજ સવારે વિવિધ શહેરોની પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *