સુરતમાં નકાબધારી મહિલા ગેંગ દુકાનમાંથી રોકડા 1.35 લાખની ચોરી કરી થઇ ફરાર- વિડીયો જોઇને પોલીસ પણ ચડી ગોથે

સુરત(Surat): શહેરના રાંદેર(Rander) રામનગરમાં મહિલા નકાબધારી ગેંગની ચોરીની અવનવી રીતો સામે રાંદેર પોલીસ(Rander Police) દોડતી થઈ ગઈ છે. કાચના દરવાજા વગરની દુકાનના શટર ઊંચું કરી ચોરીની ઘટના થઇ હોવાનું સામે આવતા એક ચર્ચાનો વિષય બની છે. આટલું જ નહીં ક્રિષ્ના ફેશન નામની સાડીની દુકાનમાંથી રૂ.1.35 લાખની રોકડની ચોરી(Theft) કરનાર મહિલા ગેંગ પણ સીસીટીવી(CCTV)માં કેદ થઈ હતી અને મહિલા ગેંગની આ ચોરી જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

વહેલી સવારે અપાયો ચોરીને અંજામ:
વેપારી પ્રતાપભાઈ નાનેકરામ ગોકલાણીએ જણાવ્યું હતું કે, તેઓ 10 વર્ષથી વ્યવસાય કરે છે અને તેમના પરિવારનું ભરણપોષણ કરે છે. આ પ્રકારે પ્રથમ વખત ચોરી થઇ છે. દુકાનોમાંથી રૂ.1.35 લાખની રોકડની ચોરી થઈ છે. જોકે, આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. વહેલી સવારમાં ચોરી કરનાર મહિલા ગેંગની હોવાનું બહાર આવ્યું છે.

ત્રણ દુકાનમાં પ્રયાસ:
આજુબાજુ ની ત્રણ દુકાનમાં ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ જતા તેમની દુકાન નિશાન બનાવવામાં આવી હતી. નકાબધારી મહિલા ગેંગની નવી મોડ્સ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ છે. પહેલા બંધ દુકાનના શટલમાં હાથ નાખી ચેક કરે ને ત્યારબાદ કાચના દરવાજા વગરની દુકાનને નિશાન બનાવતી હોવાનું સામે આવ્યું છે. શટલ ઊંચું કર્યા બાદ એક મહિલા જ દુકાનમાં ઘૂસે છે અને બાકીની ચાર મહિલા પહેરેદારી બની વોચ રાખતી હોવાનું CCTV માં દેખાય રહ્યું છે.

ત્રણ દુકાનમાં ચોરીનો કર્યો પ્રયાસ:
નજીકની ત્રણ દુકાનોમાં ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો અને તેમની દુકાનને નિશાન બનાવવામાં આવી હતી. નકાબધારી મહિલા ગેંગની નવી મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. તેણે પહેલા બંધ દુકાનનું શટર ચેક કર્યું અને પછી કાચના દરવાજા વગરની દુકાનને નિશાન બનાવતી હોવાનું સામે આવ્યું. શટર ઊંચું કર્યા પછી, માત્ર એક મહિલા દુકાનમાં પ્રવેશે છે અને બાકીની ચાર બહાર ધ્યાન રાખે છે જે સીસીટીવીમાં જોઈ શકાય છે.

સ્થાનિકોએ જણાવ્યું કે આવી મંદી, બેરોજગારી અને મોંઘવારીમાં ચોરી કરવી એ વેપારી માટે આત્મહત્યા કરવા સમાન બની જાય છે. રોજના ખર્ચાઓને માંડ માંડ કાઢીને, તેઓ દિવસમાં બે વખત ખાય છે અને સવા લાખ રૂપિયાથી વધુની ચોરીની ભરપાઈ કેવી રીતે કરશું તે સમજાતું નથી. અન્ય વેપારીઓને સજાગ કરવાને બદલે પોલીસ કહી રહી છે કે ગઠિયાઓને પકડવા મુશ્કેલ બનશે. જો કે, એ વાતને નકારી શકાય નહીં કે જો આવા સમયે સીસીટીવી જારી કરવામાં આવે તો તમામ લોકોની મદદથી આવી ગેગને ઓળખવામાં સરળતા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *