શું તમે ક્યારેય એવી હોટલને જોઈ છે કે જે ગિટાર આકારની છે? જી હાં,એક એવી હોટલ અમેરીકાના ફ્લોરિડાના હોલિવુડમાં બનાવવામાં આવી છે. આ હોટલને રાતની રોશનીમાં જોવાનો અંદાજ કંઈક અલગ છે. જેના નિર્માણમાં 10,709 કરોડ રૂપિયાથી પણ વધુ ખર્ચ થયો છે.
હોલીવૂડ ખાતે ૩૬ માળની ભવ્ય ઇલેકટ્રિક ગિટારના આકારની હોટલ ગઇ રાત્રે ખુલ્લી મૂકાઇ હતી અને તેના ઝાકઝમાળભર્યા ઉદઘાટન સમારંભમાં અનેક ફિલ્મી તારકો અને તારીકાઓની હાજરી રહી હતી. આ હોટલ વિશ્વની સૌ પ્રથમ ગિટાર આકારની હોટલ છે. અહીં સેમિનોલ હાર્ડ રોક હોટેલ એન્ડ કેસિનોમાં દ્રશ્ય અને ધ્વનિનું અદભૂત મિશ્રણ છે. ધ ઓકલસ નામની આ હોટલ ગિટાર આકારની બાંધવામાં આવી છે અને આ સંગીત વાદ્યના આકારની વિશ્વની તે પહેલી હોટલ છે. એક ઝાકઝમાળ ભર્યા સમારંભમાં આ હોટલ ખુલ્લી મૂકવામાં આવી હતી અને તેના ઉદઘાટન સમારંભમાં ખ્લો કર્દાશીઆન, જહોની ડેપ, સોફીઆ રાશેલ જેવા અનેક સ્ટારોની હાજરી હતી.
ધ ઓકલસ એ જળ, અગ્નિ અને ટેકનોલોજીનું અદભૂત મિશ્રણ છે જે સંગીત સાથે તાલમેળ સાધે છે. દોઢ અબજ ડોલરના ખર્ચે બંધાયેલ ઇજનેરી માસ્ટરપીસ જેવી આ હોટલનું બાંધકામ ગિટારના આકારમાં વળાંકદાર રીતે કરવામાં આવ્યું છે. હાર્ડ રોક ઇન્ટરનેશનલના અધ્યક્ષ જીમ એલનને વર્ષ ૨૦૦૭માં સૌપ્રથમ આ વિચાર આવ્યો હતો. તેમણે આર્કિટેક્ટોને કહ્યું કે આપણે હોટલનો આકાર એક વિશાળ ગિટાર જેવો રાખવો જોઇએ. આ હોટલમાં ૧૯ રેસ્ટોરાંઓ છે અને તેનો ધ ઓકલસ બાર ઉષ્માભર્યા રંગોથી મહેમાનોને આવકાર આપે છે. દોઢ અબજ ડોલરના ખર્ચે વિસ્તરણ કરવામાં આવેલ આ હોટલમાં ૩૨૦૦૦ ચો.ફૂટનો રોક સ્પા અને સલૂન ઓએસીસછે. સોના બાથ, સોલ્ટ રૂમ અને કામીંગ સ્પોટસની સગવડ છે અને આ અત્યાધુનિક મનોરંજન કેન્દ્રમાં લગભગ ૬પ૦૦ જેટલા ગેસ્ટોનો સમાવેશ થઇ શકે છે. આ હોટેલમાં ૭૦૦૦ બેઠકો વાળો કેસિનો ફ્લોર છે, ૧૨૦૦ હોટલ રૂમો છે અને ૩૦૦૦ કરતા વધારે સ્લોટ મશીનો છે.
635 લક્ઝરી રૂમો છે આ ગિટાર હોટલમાં
આ હોટલમાં અધ્યત્ન 635 લકઝરી રૂમો આવેલી છે અમેરિકામાં આર્કિટેક્ચરનું ખૂબ સારું ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે. આ હોટલનું નામ છે ધ સેમિનોલ હાર્ડ કોર એન્ડ કસિનો
450 ફિટ ઉંચાઈ છે આ હોટલની
આ હોટલની કુલ ઉંચાઈ 450 ફિટ છે. દિવસમાં તો સારી લાગી રહી છે પરંતુ રાત્રી દરમ્યાન જ્યારે તેની તમામ લાઈટો ઝળહળે છે ત્યારે તે એકદમ ગિટાર જેવી લાગે છે.
રૂમનું ભાડું 1 લાખ સુધી
હોલિવુડમાં આ હોટલને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આ રૂમનું ભાડું 73 થી 93 હજાર રૂપિયા સુધી છે. પરંતુ વધુંમાં તેની કિંમત 1 લાખ રૂપિયા સુધી જાય છે.
દરેક રાતમાં બે લાઈટ શો
આ હોટલમાં દરેક રાત્રીએ બે વખત લાઈટ શો ચાલે છે. સાથે સાથે સંગીતનો કાર્યક્રમ પણ થાય છે. આ કારણે હવે આ હોટલને જોવા માટે સંખ્યાબંધ લોકો જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.