સરકાર બનાવવાની રાજનીતિ છોડીને મહારાષ્ટ્રના આ MLA પોતાના વિસ્તારના ખેડૂતો ને મળવા પહોંચ્યા

જે સમયે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ના ધારાસભ્યોને તોડફોડ ના ડરે ફાઈવ સ્ટાર હોટલ અને રિસોર્ટમાં નજરબંધ કરવામાં આવ્યા હતા, તે જ સમયે મહારાષ્ટ્રમા ધારાસભ્ય…

જે સમયે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ના ધારાસભ્યોને તોડફોડ ના ડરે ફાઈવ સ્ટાર હોટલ અને રિસોર્ટમાં નજરબંધ કરવામાં આવ્યા હતા, તે જ સમયે મહારાષ્ટ્રમા ધારાસભ્ય એવા પણ હતા કે જેઓ સરકાર બનાવવાની આ રાજ રમત થી દુર રહી પોતાના મત વિસ્તારના ખેડૂતોની સમસ્યા સાંભળવા પહોંચ્યા. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા ના ધારાસભ્ય વિજય નિકોલે દહાનુ વિધાનસભા નું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ મહારાષ્ટ્રની રોચક રાજનીતિ વચ્ચે પાલઘર અને થાણે જિલ્લાના ખેડૂતોની સમસ્યાઓ સાંભળવામાં વ્યસ્ત હતા.

મહારાષ્ટ્રના સૌથી ગરીબ MLA :-

 મહારાષ્ટ્રના 288 ધારાસભ્યો માંથી નિકોલે સૌથી ગરીબ ધારાસભ્ય છે. નિકોલે અને તેમની પત્નીના નામે કુલ 51,086/- રુપીયાની સંપત્તિ છે. મહારાષ્ટ્ર દરેક મોટી પોલિટિકલ પાર્ટી કોમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવારને હરાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા.

એક સમયે વડાપાંવ વેંચતા :-

હાલમાં નિકોલે એક સમાજસેવક છે. સમાજ તો પહેલા તેઓ વડાપાવ વેચતા. તેમણે 2015માં કોમ્યુનિસ્ટ પાર્ટી માં જોડાવાનું નક્કી કર્યું હતું.

ખેડૂતોની સમસ્યા સાંભળવા પહોંચ્યા :-

નિકોલેએ મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ વિશે અમારી સાથે કોઈ પણ પ્રકારની વાત કરવાની ના પાડી અને પોતે ખેડૂતોની સમસ્યા સાંભળવા માં વ્યસ્ત હોવાનું કારણ આપ્યું. અશોક ધવલે કે જેઓ ઓલ ઇન્ડિયા કિસાન સભાના મેમ્બર છે અને કે પાર્ટીના સેન્ટ્રલ કમિટીના પણ મેમ્બર છે, તેમણે પુષ્ટિ કરી છે કે નિકોલેને પોલિટિકલ પાર્ટીઓ એ પોતાની સાથે મળી જવા વિનંતી કરી હતી.

ફાઈવ સ્ટાર હોટલમાં રહેવાની મનાઈ કરી :-

ધવાલે એ કહ્યું કે,” જ્યારે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે શપથ લીધા ત્યારે ભાજપની તોડફોડ રોકવા શિવસેના, એનસીપી અને કોંગ્રેસ પોતાના બધા ધારાસભ્યોને ફાઇવ સ્ટાર હોટેલોમાં ખસેડી રહ્યા હતા. આ ત્રણેય પાર્ટીના નેતા હોય અમારા ધારાસભ્યની કો લેને પણ હોટેલ માં રહેવા માટે કહ્યું. CPIના ધારાસભ્યોને આની જરૂર નથી, અમારી પાર્ટી તેમનો અનુકૂળ ખ્યાલ રાખશે. આમ કહી અમે નમ્રતાપૂર્વક તેમની વાત નકારી હતી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *