દ્વારકા(ગુજરાત): પુર્વબાતમીના આધારે દ્વારકામાં સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે દરોડો પાડીને અંગ્રેજી દારૂની 268 બોટલના જથ્થા સાથે એક વ્યક્તિની ધડપકડ કરી હતી. જયારે અન્ય એક વ્યક્તિ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. એક લાખથી વધુ કિંમતનો દારૂ, રીક્ષા સહિત રૂ.1.42 લાખ રૂપિયાનો માલ પોલીસે જપ્ત કરીને બંને આરોપી વિરુધ ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
દ્વારકા સ્થાનિક ગુના શોધક શાખાના પીઆઇ જે.એમ.ચાવડાની રાહબારી હેઠળ એલસીબીની ટીમ દ્વારકા પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને મળેલ માહિતીના આધારે ટી.વી.સ્ટેશન ખાતે રહેતા મેહમુદભાઈ ઉર્ફે મેમલો નૂરમામદભાઈ બાલાગામીયાના મકાને દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન પોલીસને 1.07 લાખ રૂપિયાની કિમંતની દારૂની 268 બોટલ ઉપરાંત રીક્ષા, મોબાઇલ મળીને કુલ 1.42 લાખ રૂપિયાના માલ સાથે આરોપી મેહમુદભાઈ ઉર્ફે મેમલો બાલાગામીયાની ધડપકડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન લાખાભાઈ રબારી ઘટના સ્થળે ન મળી આવતા પોલીસે બંને વિરુધ ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.