ગુજરાત(Gujarat)ના સચિન નવસારી રોડ(Sachin Navsari Road) પર સોમવારે સાંજે શેરડી ભરેલો એક ટ્રક પલ્ટી મારી જતા રીક્ષાને જોરદાર ટક્કર લાગી હતી. જેના કારણે ત્રણ વ્યક્તિને ઈર્જા થઇ હતી. આ દરમિયાન ઈર્જા પામેલ ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. તેમજ અન્ય બે વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી.
પોલીસ અને સિવિલ દ્વારા આપવામાં આવેલ વિગતો અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, સચીના ઉન ખાતે રહેતો 37 વર્ષીય યુવક સોમવારે સાંજના સમયે સચીનથી ઘરે આવવા રીક્ષામાં બેસીને નીકળ્યો હતો. તે સમય દરમિયાન સચીન પલસાણા રોડ પર મુલ્લા ડાંઇગ નજીક આવેલ એક ટી પોન્ટ સર્કલ પાસે વળાંક લઇ રહેલ શેરડી ભરેલો ટ્રક પલ્ટી મારી ગયો હતો.
મળતી માહિતી અનુસાર પલ્ટી મારેલ ટ્રકની ટક્કર લાગવાને કારણે રીક્ષા શેરડી નીચે દબાઇ ગઇ હતી. જેના કારણે ઉબેદ ઉલ્લાને ગંભીર ઇજા થવાને કારણે તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જયાં ફરજ પરના ડોકટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રીક્ષામાં બેસેલા અન્ય બે વ્યકિતને સામાન્ય ઇજાઓ થયેલ છે. ઉબેદ મુળ ઉતરપ્રદેશના સિધ્ધાર્થનગરનો વતની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉબેદને ચાર સંતાન છે. તેમજ ઉબેદ ભંગારનો ધંધો કરતો હતો. આ ઘટના અંગે સચીન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.