ગ્રીષ્મા વેકરીયાના હત્યારા ફેનીલને મળેલી સજાના ચુકાદામાં ન્યાયાધીશે જે લખ્યું તે દરેક માતા-પિતાએ ખાસ વાંચવું જોઈએ

સુરત(Surat): ગ્રીષ્મા વેકરીયા(Grishma Vekariya)ના પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણી(Fenil Goyani) દ્વારા 12 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજ ના પાસોદરા(Pasodra) વિસ્તારમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે…

સુરત(Surat): ગ્રીષ્મા વેકરીયા(Grishma Vekariya)ના પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણી(Fenil Goyani) દ્વારા 12 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજ ના પાસોદરા(Pasodra) વિસ્તારમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે નસ કાપીને ઝેરી દવા પી લેવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હત્યારા ફેનીલ ને 12 ફેબ્રુઆરીના રોજ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જ્યારે 5 મેના રોજ ફેમિલી કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.

સુરતની આ ચકચારી ગ્રીષ્મા હત્યા કેસની ઘટનાનું 506 પાનાનું જજમેન્ટ છે. જે દરમિયાન અમુક અંશો ખાસ દરેક માતા-પિતાએ વાંચવા જોઈએ. એક મા-બાપ તરીકે આપણે બાળકોને આ દિશામાં જતા કેવી રીતે અટકાવી શકીએ તે માટે આ અહેવાલ જરૂર વાંચજો. કોર્ટ દ્વારા આપવામાં આવેલ આ જજમેન્ટ માં કહેવામાં આવ્યું છે કે આરોપી દ્વારા આમાં આવેલ ગુનો અધમ કક્ષાનો અને હેવાનિયત ભર્યો છે.

વધુમાં જણાવતા કહ્યું છે કે, અત્યંત ઘાતકી અને નિર્દયતા પૂર્વક થયેલી હત્યામાં મોબાઈલ ફોનનો સતત ઉપયોગ, હિંસક વેબસિરીઝો અહિંસક ગેમ રમ્યા કરવાની અયોગ્ય ટેવ તમારા બાળકને પણ આવું પગલું ભરવા મજબુર કરી શકે છે.

નાની ઉંમરના યુવક અને યુવતીઓ જો ઇન્ટરનેટના માધ્યમથી મોબાઇલ ફોન પર અશ્લીલ ચિત્રો, અશ્લીલ વિડિયો અથવા રિલ્સ, તથા હિંસાથી ભરપૂર વેબ સિરીઝો તથા હિંસક બનાવતી ગેમ રમવાની આદત બની જાય તો તેઓના સ્વભાવ તથા વ્યક્તિત્વમાં અનેક નકારાત્મકતા અને વિકૃતિઓ જન્મે છે. એને કારણે આવા દુઃખદ પરિણામો ભોગવવાનો વખત આવે છે.

નોંધપાત્ર છે કે, વેબ સિરીઝ તે ટીવી સિરિયલની માફક ચોક્કસ સમયમર્યાદા ધરાવતી એકાદ એપિસોડની હોતી નથી કે તે ફિલ્મોની જેમ મહત્તમ ત્રણ કલાક માટેની પણ હોતી નથી, પરંતુ તે જોનાર થાકીને બંધ ન કરે ત્યાં સુધી સતત ચાલતા એપિસોડ ની હારમાળા હોય છે. ત્યારે આવા સંજોગોમાં યુવક અથવા યુવતી સતત આવી નકારાત્મક હિંસક કે અશ્લીલ વેબસિરીઝ જોયા કરે હિંસક બનાવતી ગેમ રમ્યા કરે, ત્યારે તેના માનસ પર તેની ભયંકર અસરો પડતી હોય છે અને તેના માનસમાં અનેક કાયમ વિકૃતિઓ ઘર કરી જતી હોય છે. ત્યારે આ માં સુધારો થવો અત્યંત મુશ્કેલ બની જાય છે. ફક્ત એટલું જ નહીં પરંતુ જે સમયનો ઉપયોગ યુવાનો સર્જનાત્મક પ્રવૃત્તિ માં અથવા સ્વયંના, સમાજના કે રાષ્ટ્રના હિત કે વિકાસ માટે કરી શકે તે અતિ મૂલ્યવાન કીમતી સમય આવી નિરર્થક પ્રવૃત્તિઓમાં વેડફાઈ જાય છે.

ગ્રીષ્માં હત્યા કેસ જેવી પરિસ્થિતિ માત્ર ને માત્ર કાયદાથી પોલીસ મશીનરીથી કે અદાલત થી જ બદલી શકાય નહિ. આ માટે દરેક યુવાનોએ સ્વયં શિસ્તમાં રહેતા શીખવું પડશે. સારા નરસા નો વિવેક રાખવો જોઈશે અને સારા શિક્ષણના બદલે , વિકૃતિ પેદા કરે તેવા અશ્લીલ તથા હિંસક તત્વો ધરાવતી, સતત ચાલ્યા કરતી અને અત્યંત મૂલ્યવાન સમય બરબાદ કરતી વેબ સિરીઝોને નિરંતર જોયા કરવાની અને હિંસક ગેમ રમવાની લાલચને રોકવી પડશે. ત્યાંરે આ પ્રકારના હિંસક બનાવો આગામી સમયમાં ના બને તે માટે યુવાનોના માતા-પિતાથી તથા સમાજની પણ આ બાબતે જાગૃતિ ચિંતા તથા કાળજી અનિવાર્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *