શરુ ગાડીએ લોક થઇ ગયું ‘થાર’નું સ્ટીયરિંગ, જીપ ડિવાઈડર કુદાવી… -જુઓ કાળજું કંપાવતો વિડીયો

અવાર-નવાર અકસ્માત (Accident)ના કેસો આવતા જ રહે છે. ત્યારે હાલમાં જ સુરત (Surat)ના કતારગામ વિસ્તાર (Katargam area)માંથી એક ભયાનક અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. કતારગામ…

અવાર-નવાર અકસ્માત (Accident)ના કેસો આવતા જ રહે છે. ત્યારે હાલમાં જ સુરત (Surat)ના કતારગામ વિસ્તાર (Katargam area)માંથી એક ભયાનક અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. કતારગામ પોલીસ સ્ટેશન(Katargam Police Station) પાસે સર્કલ પાસેથી પસાર થઈ રહેલી એક જીપનું સ્ટીયરિંગ લોક થઈ જતાં એ જીપ ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. ત્યાર બાદ જીપ દીવાલ સાથે ખુબ જ ભયંકર રીતે અથડાઈને પલટી ગઈ હતી. આ જીપ જ્યાં ધડાકાભેર અથડાઈ ત્યાં નજીકમાં જ ત્રણ યુવક ઊભા હતા, પરંતુ સદનસીબે તેઓને કોઈ જાતનું નુકશાન પહોચ્યું નથી.

ડ્રાઈવર સહિત બેને જીપમાંથી બહાર કાઢ્યા
સુરતના કતારગામ વિસ્તારમાં ગત રોજ મોડી રાત્રે એક એવો અકસ્માત થયો, જેને જોઈને લોકો પણ ચોંકી ઊઠ્યા હતા. કતારગામ પોલીસ સ્ટેશન પાસે લક્ઝુરિયસ જીપ સર્કલ પર આવ્યા બાદ ગાડીનું સ્ટીયરિંગ લોક થઈ જતાં અચાનક એ ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં જઈ દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત થતાંની સાથે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ડ્રાઈવર સહિત બેને ગાડીમાંથી બહાર કાઢ્યા હતા. જોકે અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મોટી દુર્ઘટના થતા ટળી:
મળતી માહિતી અનુસાર, સુરતના કતારગામ વિસ્તારમાં એક મોટી દુર્ઘટના થતા ટળી છે. અહી, કતારગામ વિસ્તારના જૂના પોલીસ સ્ટેશન નજીક સર્કલ ફરીને મેઇન રોડ પર એક જીપ આવી રહી હતી, અચાનક જ આ ગાડીનું સ્ટીયરિંગ લોક થઇ જતાં એ સામેની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ જીપ અથડાય ત્યાં નજીક જ દુકાન પાસે ત્રણ યુવક ઊભા હતા. તેઓ સદનસીબે બચી ગયા અને કોઈ પણ જાતનું નુકશાન થયું નથી. આ અવાજ સંભાળતાની સાથે જ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક પણે ગાડીમાં રહેલા ડ્રાઈવર સહિત બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા.

સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ:
આ અકસ્માત જીપનું સ્ટીયરિંગ લોક થઈ જવાને કારણે સર્જાયો હોવાનુ કહેવાયું છે. પરંતુ આ અકસ્માત ખુબ જ ભયંકર હોવાને કારણે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. આ સમગ્ર ઘટનાનો સીસીટીવી બહાર આવ્યો છે અને વાયરલ થતા લોકો ચોકી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *