પૃથ્વી સાથે અથડાવવા જઈ રહ્યો છે આ વિશાળ પથ્થર, સાઈઝ જોઇને નાસાના વૈજ્ઞાનિકોને પણ છૂટ્યો પરસેવો

NASA asteroid to crash in Earth: અવારનવાર અવકાશમાં આવી ઘટનાઓ બને છે જે માનવીને ચોંકાવી દે છે. જોકે, વૈજ્ઞાનિકો દરેક ઘટના પર ચિંતા વ્યક્ત કરતા…

NASA asteroid to crash in Earth: અવારનવાર અવકાશમાં આવી ઘટનાઓ બને છે જે માનવીને ચોંકાવી દે છે. જોકે, વૈજ્ઞાનિકો દરેક ઘટના પર ચિંતા વ્યક્ત કરતા નથી. તેમને ખબર પડે છે કે પૃથ્વીના લોકોને કઈ ઘટનાઓથી ખતરો છે અને કઈ ઘટનાઓથી તેઓને ખતરો નથી. પરંતુ તાજેતરમાં વૈજ્ઞાનિકોએ એક વિશાળ પથ્થરને લઈને એક મોટી ઘોષણા કરવામાં છે, જેના કારણે તેઓ પણ ચિંતિત છે. જો કે, ગભરાવાની જરૂર નથી. કારણ કે તે હજુ ચોક્કસ નથી કે આ ઘટના બનીને જ રહેશે.

એક ન્યૂઝ વેબસાઈટના અહેવાલ મુજબ, અમેરિકન સ્પેસ એજન્સી નાસા લાંબા સમયથી એક વિશાળ પથ્થરને ટ્રેક કરવામાં વ્યસ્ત છે. હવે સમાચાર આવ્યા છે કે, આ પથ્થર પૃથ્વીની ભ્રમણકક્ષામાં પ્રવેશી શકે છે અને પૃથ્વીની ખૂબ નજીક આવીને તેની સાથે અથડાઈ શકે છે. આ વિશાળ એસ્ટરોઇડને 199145 (2005 YY128) નામ આપવામાં આવ્યું છે. આ પથ્થર લગભગ 1 કિલોમીટર પહોળો છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, આવતા સપ્તાહ સુધીમાં આ પથ્થર પૃથ્વીની કક્ષામાં આવી શકે છે.

આ એસ્ટરોઇડ 1870 થી 4265 ફૂટ સુધી મોટો હોવાનું કહેવાય છે. નાસાનું માનવું છે કે, 16 ફેબ્રુઆરી સુધીમાં આ પથ્થર પૃથ્વીની 4.5 મિલિયન કિલોમીટરની નજીક આવી જશે, પરંતુ નાસાને ખાતરી નથી કે આ પથ્થર પૃથ્વીની ભ્રમણકક્ષા સાથે અથડશે કે નહીં અને તે પૃથ્વીને અસર કરી શકશે કે નહીં. આવી સ્થિતિમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે ગભરાવાની જરૂર નથી.

હાલમાં જ એક અન્ય એસ્ટરોઇડ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થયો હતો. રિપોર્ટ અનુસાર, 2023 BU 21 જાન્યુઆરીએ શોધી કાઢવામાં આવ્યું હતું અને તે 27 જાન્યુઆરીએ સવારે 12.30 વાગ્યે દક્ષિણ અમેરિકામાંથી પસાર થયું હતું. આ પથ્થર પૃથ્વીથી 3500 કિલોમીટર દૂરથી બહાર આવ્યો હતો. મતલબ કે આ પથ્થર વિશ્વના ટેલિકોમ્યુનિકેશન સેટેલાઇટ્સ કરતાં 10 ગણો નજીક આવ્યો હતો. આ પથ્થરથી કોઈ નુકસાન થયું ન હતું કારણ કે તેનું કદ માત્ર 11 ફૂટથી 28 ફૂટ સુધીનું હતું અને 82 ફૂટથી નાના પથ્થરો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ બળી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *