સાપે હુમલો કરતા ફાટ્યો બિલાડીનો બાટલો, પછી તો જે થયું… વિડીયો જોઈ આંખના મોતિયા મરી જશે

વાયરલ(Viral): સોશિયલ મીડિયા(Social media)ની દુનિયામાં ક્યારેક એવી વસ્તુઓ પણ જોવા મળે છે કે, આપણને ખુદની આંખો પર જ વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. ત્યારે…

વાયરલ(Viral): સોશિયલ મીડિયા(Social media)ની દુનિયામાં ક્યારેક એવી વસ્તુઓ પણ જોવા મળે છે કે, આપણને ખુદની આંખો પર જ વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. ત્યારે હાલમાં આવો જ એક ચોંકાવનારો વિડીયો(Viral video) ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહ્યો છે. વિડીયો(Cat snake fight video) એક ખૂણામાં આરામથી બેઠેલી બિલાડીનો છે. પણ અચાનક જ બિલાડી સાથે એવું શું થાય છે જેને જોઇને તમે પણ હચમચી જશો. વિડીયોમાં જોઈ શકાય છે કે, અચાનક એક ખતરનાક સાપ બિલાડીની નજીક આવે છે અને તેના પર હુમલો કરે છે. વિડીયોમાં જે થયું તે જોઇને તમારા પણ રુવાડા બેઠા થઇ જશે.

 

View this post on Instagram

 

A post shared by Thank God always (@bilal.ahm4d)

જે વિડીયો સામે આવ્યો છે તેની થોડીક સેકન્ડોમાં જોઈ શકાય છે કે બિલાડી આરામથી બેઠી છે અને સાપ તેના પર હુમલો કરે છે. સાપ બિલાડીની ફરતે વીંટેળાઈ ગયો અને જોતા તો એવું લાગે છે કે, સાપે બિલાડીને સંપૂર્ણપણે કાબૂમાં કરી લીધી હોય પણ પછી એક ચોંકાવનારા દ્રશ્યો સામે આવે છે, જેને જોઇને તમારું મગજ પણ ફરી જશે.

હકીકતમાં સાપને જોઈને બિલાડીએ પણ બદલો લેવાનું શરૂ કર્યું. તેણે શરૂઆતમાં તેના પંજા વડે સાપ પર હુમલો કર્યો અને અચાનક સાપને પકડી લીધો. હવે વિડીયોમાં જે પણ જોવા મળશે તે ખરેખર તમને ચોંકાવી દેશે. વિડીયોમાં જોઈ શકાય છે કે, બિલાડી મો દ્વારા સાપને જીવતો જ ચાવવા લાગે છે.

અહીં સાપ પણ બિલાડીને મારવાની પૂરી કોશિશ કરે છે, પરંતુ બિલાડીના પંજા અને દાંત સામે તેનું કઈ ચાલતું નથી. અંતે હુમલો કરવા આવેલો સાપ પોતે જ શિકાર બન્યો હતો. આ વિડીયોમાં એક એવું દ્રશ્ય છે જે કોઈને પણ હચમચાવી દેવા માટે પૂરતું છે. આ વિડીયોને Instagram પર શેર કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *