international yoga day 2023 in surat: સુરતમાં આજે રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. સુરતમાં વહેલી સવારથી વાયા જંકશન પર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગ્રહ મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં 1.45 લાખ(international yoga day 2023 in surat) લોકો યોગા કરવા માટે ભેગા થયા હતા. જેમાં એક વર્લ્ડ રેકોર્ડ પણ બન્યો છે. 1.45 થી વધારે લોકોએ ભેગા મળીને એક સાથે યોગા કર્યા હતા.
સુરત શહેરના વાયા જંકશન થી પાર્લે પોઇન્ટ અને બીજી બાજુ વાયા જંક્શન થી રેડ લાઈનર સર્કલ સુધી લોકોએ પોતાની મેટ પર જુદા જુદા પ્રકારના યોગાસન કર્યા છે. આ માટે 125 બ્લોક બનાવ્યા. એક બ્લોકમાં 1000 લોકોનો સમાવેશ થઈ શકે તે પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક બ્લોકમાં એક સ્ટેજ અને એક એલઇડી લાઇટ પણ લગાવેલી હતી. જેના કારણે મુખ્ય સ્ટેજનું પ્રસારણ પણ જોઈ શકાય.
આ કાર્યક્રમ ૧૨ કિમી ના રસ્તા પર યોજાયો હતો. આ બંને રસ્તા, આઈકોનિક રોડ તરીકે પણ ઓળખાય છે. એક લાખ 25 હજાર લોકો એક સાથે યોગા કરી ગિનિસ બુક ઓફ રેકોર્ડ માટે એપ્રોચ કર્યો છે. આ કાર્યક્રમ માટે બે લાખ 26 હજારથી વધુ લોકોએ પણ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
આ કાર્યક્રમ માટે નેધરલેન્ડ થી આવેલા બે વિદેશી નાગરિક પણ યોગ દિવસની ઉજવણીમાં પણ તેમનો સામેલ થયો છે. સુરતમાં બે કિલોમીટર વિસ્તારમાં 1.45 લાખથી વધુ લોકો હાજર રહ્યા હતા. ક્યુ આર કોડ થી પણ દરેક લોકોની ગણતરી કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.