સુરતના પરિવારે પ્રસરાવી માનવતાની સુવાસ- સુરતમાં એકસાથે બે બ્રેઈનડેડ લોકોના અંગદાનથી 6 લોકોને મળ્યું જીવનદાન

Organ donation of 2 brain dead persons in Surat: તાપી મૈયાના જન્મદિવસે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક સાથે બે અંગદાન(Organ donation surat)ની વિરલ ઘટનાઓ બની છે. જેમાં મૂળ બિહારના અરવિંદ મહંતો અને જામનગરના મનોજભાઈ ચાવડા એમ બે બ્રેઈનડેડ વ્યક્તિઓના ચાર કિડની અને બે લીવરના દાનથી છ જરૂરિયાતમંદ દર્દીઓને પોતનું નવું જીવનદાન મળશે. આ સાથે આજે નવી સિવિલથી અંગદાનની પોતાની સેન્ચુરી પૂર્ણ થઈ છે. નવી સિવિલ દ્વારા છેલ્લા છ મહિનામાં ૩૧ અંગદાનની ઘટનામાં આજે કુલ ૧૦૦ અંગોનું દાન થયું છે.

અંગદાનની બે ઘટનાઓની વિગતો અનુસાર મૂળ બિહારના નવાડાના જિલ્લાના બિસનપુર ગામના વતની ૪૫ વર્ષના અરવિંદ રામચંદ્ર મહંતો મહારાષ્ટ્રના દાંડીપાડા, પાલઘર પાસે આવેલી પતરા બનાવવાની કંપનીમાં હેલ્પર તરીકેનું કામ કરતા હતા. તારીખ 14મી જૂનએ તેઓ બિમાર પડ્યા હતા, તે દરમિયાન બોઈસર રેલવે સ્ટેશન પાસે ચક્કર આવતા તેઓ પડી ગયા હતા. જેથી સ્થાનિક હોસ્પિટલની સારવાર બાદ વધુ સારવાર માટે તેઓને તારીખ19મી જૂનએ તેઓને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને તારીખ 24મી જૂનએ તેઓને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, બીજી ઘટનામાં મૂળ જામનગર જિલ્લાના દિગ્વિજય ગામના વતની અને હાલ તાપી જિલ્લાના વાઘજરી ગામ, ડેરી ફળીયા ખાતે રહેતા 37 વર્ષના મનોજભાઈ ઈશ્વરભાઈ ચાવડા કડીયા કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેઓ તારીખ 22 મી જૂનએ રાત્રિ દરમિયાન મજૂરી કામ અર્થે કડોદ ગામ ગયા હતા. જ્યાંથી પોતાની એક્ટિવા પર ગામમાં પાછા ફરી રહ્યા હતા, ત્યારે રાત્રે ૧૨.૦૦ વાગ્યા આસપાસ કપુરા ગામ નજીક ટ્રકે સાથે અથડાતા તેમનું અકસ્માત થયું હતો, જેથી તાત્કાલિક સારવાર માટે વ્યારા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ વધુ સારવાર માટે તારીખ 23મી જૂનએ સુરતની નવી સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ સારવાર દરમિયાન તારીખ 24મી જૂનએ તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

બંને પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, RMO ડો.કેતન નાયક, ઈકબાલ કડીવાલા તથા કાઉન્સેલર નિર્મલા કાથુડએ તેમના પરિવારને અંગદાનનું મહત્વ પણ સમજાવ્યું. જેથી અન્યને નવું જીવન મળતું હોય તો આ બંને પરિવારોએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે આગળ વધવા સમંતિ પણ આપી હતી.

આજે બપોરે બ્રેઈનડેડ વ્યક્તિઓના પ્રત્યેકની બે કિડની અને એક લીવર એમ કુલ ચાર કિડની અને બે લીવરનું દાન કરવામાં આવ્યું હતું. સ્વ. મનોજના કિડની અને લીવર અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં જ્યારે સ્વ.અરવિંદના લીવર ઝાયડ્સ હોસ્પિટલ-અમદાવાદ અને કિડની આઈ.કે.ડી. હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આમ, છ અંગોના દાન થકી અન્ય છ દર્દીઓના જીવનમાં નવા રંગો પૂરવાનું સેવાનું કાર્ય પણ થયું હતું.

સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર, RMO ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડિયા, ન્યુરો સર્જન ડો.કેયુર પ્રજાપતિ, ન્યુરો ફિઝિશીયન ડો. પરેશ ઝાંઝમેરા, ન્યુરો સર્જન ડો.હરિન મોદી, નર્સિંગ કાઉન્સીલના ઉપાધ્યક્ષશ્રી ઈકબાલ કડીવાલા, નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફે અંગદાનમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે.

નવી સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે આજે એક સાથે 30મું અને 31મુ અંગદાન થયું છે એમ ડો.ગોવેકરે જણાવ્યું હતું. આમ, આજે તારીખ 25મી જૂનએ સુરતની જીવાદોરી તાપી મૈયાનો જન્મદિવસે છ જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં નવો ઉજાસ ફેલાવવામાં નિમિત્ત બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *