આજથી જ ATM માંથી 2,000ની નોટો નહિ મળે, થયા મોટા ફેરફારો- જાણો જલ્દી…

શું તમે જાણો છો ભારતમાં આજથી કેટલાંક નિયમોમાં ફેરફાર અમલમાં આવ્યા છે. આજથી દેશમાં કેટલાંક અગત્યના ફેરફારો લાગુ થઇ રહ્યા છે. જે આમ આદમીનાં ખિસ્સા ખાલી કરશે. નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર તમામ પ્રકારના ફોર વ્હીલર્સ માટે ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બેન્કોનાં ATMમાં રૂપિયા 2000ની ચલણી નોટો નહીં મૂકવા નિર્ણય લેવામાં આવ્યો છે.

ઇન્ડિયન બેંકના ગ્રાહકો જ્યારે બેન્કોનાં ATMમાં પૈસા ઉપાડવા જશે ત્યારે તેમને 2000ની નોટો નહીં મળે. કોઈ ગ્રાહકને 2000ની નોટો જોઈતી હોય તો તેણે બેન્કમાં રૂબરૂ જઈને તેનો ઉપાડ કરવો પડશે. ઊંચું મૂલ્ય ધરાવતી ચલણી નોટોના વપરાશથી લોકોને મુશ્કેલી પડતી હોવાની ફરિયાદોને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આમ તો દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમત નક્કી થાય છે. પરંતુ, ફેબ્રુઆરી મહિનાનાં અંતિમ દિવસે તેમા કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. આ દરમિયાન આ રાહત માર્ચ મહિનામાં યથાવત રહેશે કે પછી મહિનાની શરૂઆત ભાવ વધારા સાથે થશે. આ વાત પર પણ સૌ કોઇનું ધ્યાન રહેશે.

દેશની ઓઈલ કંપની દર મહિનાની પહેલી તારીખે રાંધણગેસના ભાવમાં વધારો કરે છે. જાણવા મળ્યું છે કે, આ રીતે માર્ચમાં પણ એલપીજીના ભાવ વધી શકે છે. આ ઉપરાંત ઓઈલ કંપનીઓ દ્વારા ફેબ્રુઆરીમાં એલપીજીના ભાવમાં 3 વખત વધારો કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *