જાણો અમદાવાદમાં કેવી રીતે થઇ રહ્યું છે ખાધ તેલમાં કૌભાંડ, તમે તો આ રીતે નથી છેતરાય રહ્યા ને!

હાલમાં એક એવો કેસ સામે આવ્યો છે જેમાં લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. નફો કમાવવા માટે સનફ્લાવર તેલનાં નકલી સ્ટીકર બનાવીને તેલનાં ડબ્બા પર લગાવી ગ્રાહકોને સનફ્લાવર તેલની જગ્યાએ નકલી તેલ આપી છેતરપિંડી કરતા વેપારી ઝડપાઈ ગયા છે. પોલીસ દ્વારા વિક્રમ ચૌધરી, મહેશ પટેલ, શૈલેષ મોદી  અને અજીત પટેલની ધરપકડ કરવામાં અવી છે. આ આરોપીઓ પૈસા કમાવવાની લાલચમાં લોકો સાથે ઠગાઈ કરે છે. પોલીસ દ્વારા 45 હજારથી વધુની કિંમતનાં 16 જેટલા તેલનાં ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે.

લોકોની તંદુરસ્તીમાં વધારો કરતા સનફ્લાવર તેલનાં અદાણી વિલમાર કંપનીનાં ફેર્ચ્યુન સનફલાવરનું સ્ટીકર લગાવી સનફ્લાવર તેલના બદલે સોયાબીનનું તેલ લોકોને વેચતા હતા. સનફ્લાવર તેલનાં ડબ્બા જેટલી જ કિંમત લઈને કંપની અને લોકો સાથે ઠગાઈ કરતા હતા. તિરુપતી પ્રોવિઝન સ્ટોરમાં ફેર્ચ્યુન બ્રાન્ડનાં સનફ્લાવર તેલનાં ડુપ્લીકેટ ડબ્બા ઝડપાયા છે. પોલીસે રેડ કરીને તપાસ કરતા દુકાનમાં વિક્રમ ચૌધરી નામના વેપારી પાસેથી 5 ડબ્બા ઝડપી લેવામાં આવ્યા હતા.

આરોપીને પકડી તેણે આ તેલનાં ડબ્બા કોની પાસેથી મંગાવ્યા છે તે તપાસ કરાતા જાણવા મળ્યું કે, તેણે શૈલેષ મોદી પાસેથી લીધા આ ડબ્બા લીધા હતાં. ત્યારબાદ વેપારીએ શૈલેષ મોદીને ફોન કરીને બીજા તેલનાં ડબ્બાઓ મંગાવતા શૈલેષ મોદી અને પ્રવિણ વાઘ નામનાં બે ઈસમો લોડિંગ રિક્ષામાં 11 ડબ્બાઓ લઈને આવતા પોલીસ દ્વારા તેઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. તમામ આરોપીઓને પૂછપરછ કરતા તેમણે આ તેલનાં ડબ્બા ઓઢવના મહેશ પટેલ અને અજીત પટેલ પાસેથી મંગાવ્યા હોવાનું કબુલ્યું હતું.

પોલીસે આ મામલે આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, ઓઢવના મહેશ પટેલ નામનો આરોપી શ્રી ગણેશ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ નામની પરવાનગી લઈને ડબ્બામાં સોયાબીન તેલ નાખી તે ડબ્બા પર ફેર્ચ્યુન સનફ્લાવર તેલના લોગોનું સ્ટીકર લગાવી શહેરમાં અલગ અલગ વેપારીઓને વેચાણ માટે આપતો હતો. પોલીસ દ્વારા કોપીરાઈટ અને ઠગાઈની કલમો હેઠળ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં અનેક લોકોની સંડોવણી આગામી તપાસમાં સામે આવે તો નવાઈ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *