Corruption in Gujarat: નવસારી જિલ્લામાં પણી પુરવઠા વિભાગના અધિકારી અને કોન્ટ્રક્ટરોએ ટેન્ડર બહાર પાડ્યા વગર ખોટી રીતે ટેન્ડરીંગ પ્રક્રિયા કરીને અનેક કામોના ખોટા બીલ મુકી 12.44 કરોડ રૂપિયા ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી હતી. આ મામલે કાર્યપાલક(Corruption in Gujarat) ઈજનેર, ઈજારદાર, વેપારીઓ સહિત કુલ 14 સામે સીઆઈડી ક્રાઈમ બ્રાંચમાં બે અલગ-અલગ ગુના નોંધવામાં આવી છે.
14 સામે ગુનો દાખલ કરી 10 લોકોની ધરપકડ
નવસારીમાંથી મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે, નવસારીમાં અધિકારીઓ અને કૉન્ટ્રાક્ટરોની સાંઠગાઠનો પર્દાફાશ થયો છે. સીઆઇડી ક્રાઇમે નવસારીના 54 ગામોમાં 90 કામોને લઇને ફરિયાદ દાખલ કરી છે, જેમાં 14 સામે ગુનો દાખલ કરાયો અને 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લામાં ચીખલી, ગણદેવી અને ખેરગામ તાલુકામાં કુલ 54 ગામમાં કોઈ પણ પ્રકારના કામ કર્યા વગર જ તેના ખોટા બીલ રજુ કરીને તેને મંજૂર કરી 5.48 કરોડ રૂપિયા ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં તત્કાલીન કાર્યપાલક ઈજનેર, ચાર એન્જિનિયર, એક એકાઉન્ટન્ટ, બે ક્લાર્ક તથા છ ઈજારદાર એજન્સી અને વેપારીઓએ ગેરરીતિ આચરી હતી. નવસારી સ્થિત ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેર જતીનકુમારે કુલ 14 શખસો સામે ખોટા બિલો મુકી કરોડ રૂપિયાની નાણાંકીય ઉચાપત કરી ફરિયાદ નોંધાવી હતી. આ મામેલ ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
5 કરોડ 48 લાખની ઉચાપત કરી
સીઆઇડી ક્રાઇમે આ સમગ્ર કેસમાં તત્કાલિન કાર્યપાલક ઈજનેર, 4 એન્જિનિયરની ધરપકડ કરી છે, આમાં 2 કલાર્ક, એકાઉન્ટન્ટ અને 6 ઈજારદારની પણ ધરપકડ કરવામાં આવી છે. CID ક્રાઈમે આ કેસને લઇને એજન્સીઓ પાસેથી સિક્યૂરિટી ડિપૉઝીટ જમા લીધી ન હતી. આ લોકોએ નવસારીના ચીખલી, ગણદેવી, ખેરગામના 54 ગામોમાં આ કૌભાંડ આચર્યુ હતુ. આમાં 4 કંપનીઓને 5 કરોડ 48 લાખ ખોટી રીતે ચૂકવાયા હોવાનું પણ ખુલ્યુ હતુ. જેમા સારા એંટરપ્રાઈઝને 1 કરોડ 41 લાખ ચૂકવાયા, જ્યોતિષ સ્વીચ બોર્ડને 1 કરોડ 21 લાખ ચૂકવાયા હતા, ગોયમ એંટરપ્રાઈઝને 1 કરોડ 34 લાખ ચૂકવાયા હતા, સુપર કંસ્ટ્રક્શનને 55 લાખ ચૂકવાયા હતા, અક્ષય ટ્રેડર્સને 54 લાખ ચૂકવાયા હતા, અભિનંદન એંટરપ્રાઈઝને 24 લાખ ચૂકવાયા હતા, ધર્મેશ પટેલને 17 લાખ ચૂકવાયા હતા. આખા કૌભાંડમાં કુલ 90 કામો પેટે 5 કરોડ 48 લાખ ચૂકવાયા હતા. પાણી પુરવઠાના 163 પૈકી 90 કામો તો થયા જ નહતા.
સોફ્ટવેરનો દુરુપયોગ કર્યો
જેમાં ચોંકાવનારી માહિતી સાથે થયેલી ફરિયાદના પગલે સમગ્ર પ્રકરણની તપાસ ગાંધીનગર સ્થિત આર્થિક ગુના નિવારણ શાખા સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી હતી. તેની તપાસમાં નવસારી જિલ્લા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિકારીઓ તેમજ ઈજારદાર એજન્સીઓએ એકબીજાની સાંઠગાંઠમાં ચીખલી તાલુકાના 25, ગણદેવી તાલુકાના 20 અને ખેરગામ તાલુકાના 12 મળીને કુલ 54 ગામમાં 90 કામ કાગળ ઉપર કર્યા હોવાનું બતાવી કુલ 5.48 કરોડ રૂપિયાની મોટી રકમ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગાંધીનગરના એફએએસ સોફ્ટવેરનો દુરુપયોગ કરી ઉચાપત કરી સરકારી તિજોરીને મસમોટું નુકસાન પહોંચાડાયું હતું.
એજન્સીઓ પાસેથી અધિકારીઓએ સિક્યુરીટી ડિપોઝીટ જમા લીધી ન હતી
નવસારી વાસ્મો કચેરીએ સોર્સ કૂવા અને ખુટતી પાઈપલાઈનની કામગીરી કરવા જણાવ્યું હતું. પરંતુ ગ્રાંટની મંજૂરી અભાવે થયું નહતું. જે અંગે સ્થાનિક રાજકીય નેતાઓની ભલામણ, દરખાસ્ત બાદ ગ્રાંટ મંજૂર થઈ હતી. 16.47 કરોડ રૂપિયામાંથી 209 કામોમાં વહીવટી તાંત્રિક મંજૂરી, ડીટીપી, નિવિદા, ટેન્ડર, મંજૂરીની વિગતોની તપાસમાં નિયમોનું ઉલ્લંઘન, જોગવાઈ નહીં હોવા છતાં વધારાનો ખર્ચ કરાયો હતો. એજન્સીઓ દ્વારા ટેન્ડર મંજૂર થયા બાદ સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવી, કરારખત બાદ ટેન્ડર મુજબ કામ કરવાનું હોવા છતાં એજન્સી પાસેથી અધિકારીઓ સિક્યોરિટી ડિપોઝિટ જમા લીધી નહતી. તેમજ કુલ 193 કામોની ચૂકવણી કરી દીધી હતી. જે પૈકી માત્ર 73 કામો જ સ્થળ પર થયા હતા. જ્યારે 90 કામ ફક્ત કાગળ પર બતાવી 5.48 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો હતો.
પાંચ કોન્ટ્રાક્ટરની પણ ધરપકડ
સુરત સીઆઇડી ક્રાઈમના એસીપી એ.એમ. કેપ્ટને જણાવ્યું હતું કે, ફરિયાદ અનુસાર અધિકારીઓ અને પાંચ કોન્ટ્રાક્ટરની ઘરપકડ કરવામાં આવી છે. સમગ્ર તપાસમાં અત્યાર સુધી આ લોકોએ મળીને 9 કરોડથી વધુની રકમની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે. આંકડો વધે તેવું જણાય છે. એકંદરે 14 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગ અંતર્ગત અલગ અલગ કામો કરવાના હોય છે જેના ખોટા બીલો બતાવીને આ ઉચાપત કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App