જોધપુર-જેસલમેર હાઈ-વે પર ગત મોડી રાત્રે એક અકસ્માતની ઘટનાની સામે આવી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, અકસ્માતમાં 10 લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. ઘટનામાં 5ને ગંભીર ઈજાઓ થવાના કારણે તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
એક રીપોર્ટ અનુસાર, જોધપુર-જેસલમેર હાઈ-વે પર અગોળાઈ નજીક મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, પુરપાર ઝડપે સામસામે આવી રહેલી કાર એકબીજા સાથે અથડાતા અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, બંને કારના કચ્ચરઘાણ બોલી ગયા હતા. આ અકસ્માતમાં 10 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. ઘટનાને પગલે અન્ય વાહન ચાલકો અને કેટલાક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને કારમાં સવાર લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા પાંચ લોકોને મોડી રાત્રે સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. ઘટનાને પગલે પ્રાથમિક તપાસબાદ અકસ્માતનો ગુનો દાખલ કરીને મૃતદેહોને પોસ્ટમોર્ટન અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે, મૃતકો ક્યાંથી આવ્યા હતા, ક્યાં જતા હતા અને કોની બેદરકારીને કારણે આ ગંભીર અકસ્માતની ઘટના બની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.