Gujarat Accident: જુન મહિનાનો પહેલો દિવસ આખા ગુજરાત માટે બની ગયો છે ગોઝારો. શનિવારે મોડાસા, નવસારી, વડોદરા અને પાલીમાં વિવિધ અકસ્માતોમાં ગુજરાતના 10 લોકોનાં મોત નીપજ્યાં અને 57 લોકોને ઇજા પહોંચી હતી. નવસારીમાં 24 કલાક વાહન વ્યવહારથી(Gujarat Accident) વ્યસ્ત રહેતા નવસારી પાસેના ને.હા.નં.48 અષ્ટગામ પાસે આઇસર ટેમ્પો ચાલકે કાબૂ ગુમાવતા સામેની લાઈનમાં ધસી જતા બે કાર, રિક્ષા અને બાઇકને અડફેટે લીધી હતી.
નવસારી અકસ્માત
આ અકસ્માત બનાવમાં 2 યુવકના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવતીનું ટૂંકી સારવાર બાદ ખાનગી હોસ્પિટલમાં મોતને ભેટી હતી. જ્યારે 7 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. મોડાસામાં બાઇક સવારને બચાવવા જતાં એસટી અને લકઝરી બસ વચ્ચે ટક્કર થતાં 3 લોકોનાં મોત થયા જ્યારે 26 મુસાફરોને ઇજા પહોંચી છે.
વડોદરા અકસ્માત
વડોદરામાં વિચિત્ર અકસ્માત સર્જાયો. જેમાં બાઇક સવારને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા દંપતીના મોત થયા. જ્યારે નવસારીમાં ટેમ્પો, બે કાર, એક રિક્ષા અને બાઇક વચ્ચે ટક્કર થતાં 3 લોકો અકસ્માતનો ભોગ બન્યા છે.
વડોદરા જિલ્લાના સાવલીના પ્રવાસીઓ જગન્નાથપુરી દર્શન કરી પરત ફરી રહ્યા હતા. 26 પ્રવાસીઓને ઇજાઓ પહોંચી હતી. હીના પાર્કમાં રહેતો ખત્રી પરિવાર કાર લઇ અજમેર જઈ રહ્યો હતો ત્યારે રાજસ્થાનના પાલી નજીક અકસ્માત નડ્યો હતો.જેમાં ગંભીર ઈજાઓ થતા માતા અને પુત્રનું મોત થયું છે જયારે પિતા અને ત્રણ પુત્ર ઈજાગ્રસ્ત થતા સારવાર તળે ખસેડાયા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App