કારનાં ટાયરમાં ઝડપાયેલા એક વિશાળ અજગરને સોમવારે બચાવી લેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રની રાજધાનીમાં અજગરને કારણે ટ્રાફિક જામ થઈ ગઈ હતી. કારણ કે તે કારની નીચે આવેલો અજગર સરકીને બાર આવી ગયો હતો. અજગરને બચાવવાનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ટ્વિટર પર શેર કરનારાઓમાં ભારતીય વન સેવા અધિકારી સુસંતા નંદા પણ હતા. વીડિયોમાં સાપ પકડનારાઓ સાપને ટાયરમાં પકડ્યો હતો ત્યાંથી તેને કાઢવા માટે કામ કરતા જોવા મળ્યા હતા. અજગરને મુક્ત કરવા માટે કારનું ટાયર કાઢ્યું હતું.
મંગળવારે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર વિડિઓ પોસ્ટ કરતી વખતે શ્રી નંદાએ લખ્યું, “ચોમાસામાં સાપ વાહનોમાં જઈ શકે છે. થોડી સાવચેતી રાખો.”
In monsoon snakes can sneak into vehicles. Just be little careful. pic.twitter.com/C6mzWkZSLH
— Susanta Nanda IFS (@susantananda3) September 22, 2020
મળેલ માહિતી મુજબ, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે સવારે પૂર્વીય એકસપ્રેસ હાઇવેની બાજુમાં અજગરને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
તેમણે જણાવ્યું હતું કે, કાર ડ્રાઈવરો અને મોટર સાયકલમાં 10 ફૂટ લાંબો સાપને જોવા માટે ત્યાંથી પ્રસાર થતા આ જોવા માટે અટકી ગયા હતા, જેના કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
રસ્તો ઓળંગ્યા બાદ અજગર કારની નીચે સંતાઈ ગયો. સાપને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. જેણે તેને પછીથી થાણે જિલ્લાના જંગલમાં છોડી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle