હાલમાં ચાલી રહેલી કોરોનાની બીજી લહેરમાં આંખોની રોશની જવાના કિસ્સા ઘણા વધ્યા છે અને તેનું કારણ છે મ્યુકોરામાઇકોસીસ. જે એક પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન છે. આ ચેપ ડાયાબિટીઝના દર્દીઓમાં વધારે માત્રામાં વધી રહ્યો છે. આમાં ચેપ નાકથી દાંત સુધી જાય છે અને તેની સીધી અસર આંખ પર પડે છે. ઘણા દર્દીઓ આંખની રોશની ગુમાવી રહ્યા છે. આ એક પ્રકારનું પોસ્ટ કોવિડ સંકુલ છે. તે પહેલાં ખૂબ જ દુર્લભ હતું, પરંતુ હવે આ કિસ્સાઓમાં વધારો થયો છે.
દર્દીઓએ આ અંગે સાવધ રહેવું જોઈએ. શહેરની ખાનગી હોસ્પિટલોમાં 40થી વધુ કેસ નોંધાયા છે જેમાં 10 દર્દીઓએ આંખ ગુમાવી છે. કોરોનાના સંક્રમણમાં ડાયાબિટીસ અને હૃદયવાળા દર્દીઓ માટે વધુ કાળજી લેવાનું અને બને તો હોસ્પિટલમાં સારવાર લેવાનું કહેવામાં આવે છે. બાકી જો કોરોનાના ગંભીર લક્ષણો ન હોય તો ઘરે રહીને પણ આ રોગના દર્દીઓ સાજા થઇ શકે છે. જો કે દર્દી સુગર લેવલ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટરોલને નિયંત્રિત કરે છે, તો જોખમ ઓછું થઈ શકે છે.
ખરેખર, કોરોનામાં દર્દીઓને સ્ટીરોઈડ અપાય છે. જે દર્દીમાં સુગરનું પ્રમાણ વધારે છે. જો તમે ઘરે હોવ અને લક્ષણો હળવા હોય તો પહેલા દિવસથી સ્ટીરોઇડ્સ લેવાનો પ્રયાસ ન કરો. જો જરૂરી હોય તો તેને ત્રણ દિવસ પછી લો. ડોક્ટરની સલાહ સાથે તમારી દવાઓ અને ઇન્સ્યુલિનની માત્રાને સમાયોજિત કરવી જરૂરી છે.
ડાયાબીટીસમાં દર્દીને સુગર સારી રીતે નિયંત્રિત છે તો કોવિડથી ગંભીર રીતે ચેપ લાગવાનું જોખમ પણ ખૂબ ઓછું હશે. ડાયાબીટીસના દર્દીને કોરોનામાં ઓક્સિજનનું સ્તર યોગ્ય હોય તો પછી ઘરે સારવાર લેતા હો તો પણ સક્રિય રહેવું. દિવસમાં 4 વખત સુગરનું લેવલ તપાસો. સવારે ખાલી પેટ, બપોરના ભોજન પછી, રાત્રિ ભોજન પહેલાં અને રાત્રિ ભોજન પછીના બે કલાક. લેવલ ચકાસો.
આંખો ઝીણી થાય છે સોજો આવે તો સતર્ક થાઓ
આ બિમારીમાં શ્વાસમાં તકલીફ થવી, આંખો ઝીણી થવી અથવા ચહેરા પર એક બાજુ સોજો આવે છે, આ ઉપરાંત માથાનો દુ:ખાવો, તાવ, નાક ભરાઈ જવું, મોઢુ કે નાકની અંદરની બાજુએ કાળા નિશાન પડી જાય છે આ રોગથી બચવા N95 માસ્ક પહેરવું જોઇયે, ધૂળ અને પાણીના ભેજથી દૂર રહેવું. ચામડી પર ઈજા થઈ હોય તો ડેટોલથી ધોવી જરૂરી છે.
રોગની સારવાર અત્યંત ખર્ચાળ છે
મ્યુકોરામાઇકોસીસના રોગની સારવાર અત્યંત ખર્ચાળ છે જેમાં આંખોના સર્જન પાસે ઓપરેશન કરાવવું પડે છે. જેમાં અઢી લાખ સુધીનો ખર્ચો થાય છે. તેમાં ઇન્જેકશન પણ 15 દિવસ સુધી લેવા પડે છે તેનો પણ હજારોમાં ખર્ચ આવે છે.
હાલ સુરત શહેર સાથે ગ્રામ્યમાં કોરોનાના કેસોમાં નોધપાત્ર રીતે સંક્રમણમા વધારો થવા સાથે સાથે નાક અને સાઇનસમાં થતું ફંગલ ઇન્ફેક્શન મ્યુકોરમાયકોસીસના કેસમાં પણ ખૂબ જ વધારો થયાનું નોધાયો છે. સુરત શહેર સાથે ગ્રામ્યમાં કાર્યરત ખાનગી હોસ્પિટલોના કોવીડ સેન્ટરોમાં કોરોનાની સારવાર હેઠળ દાખલ થયેલા 40 વર્ષથી વધુ વયના દર્દીઓ કે જેઓ પહેલાથી ડાયાબિટિસ, કેન્સર, એચ.આઈ.વી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટસ ન્યૂટ્રોપેનિયા, લાંબાગાળાનું કોર્ટિકોસ્ટેરોઈડ, સાથે કીડની તકલીફ હોય તેઓની ઇમ્યુનીટી ઓછી હોવાથી તેમને આ જીવલેણ રોગ થઈ રહ્યો છે.
હાલ અનેક લોકો આ રોગનો શિકાર બન્યા
આ અત્યંત જોખમી ફંગલ ઇન્ફેક્શન આખોમાં પ્રવેશે છે. ત્યારે અંધાપો આવી શકે છે. અને 50% થી વધુ કેસમાં દર્દીનું મૃત્યુ પણ થાય છે. આ નિદાન માટે દર્દીના નાકમાંથી જે પ્રવાહી નીકળે છે તેનું ફંગલ કલ્ચર કરાય છે અને મગજને નાક તથા સાઇનસ અને ફેફસાનો સિટીસ્કેન કરવામાં આવે છે. સારવારમાં તાત્કાલિક ધોરણે નાક અને સાયનસનું દૂરબિન વડે ઓપરેશન કરી debridement કરી ફંગસ દૂર કરવામાં આવે છે. ત્યારબાદ બાયોપ્સી તપાસ કરવામાં આવે છે.
સુરત સહિત આસપાસના 60 લોકોને થયું ઇન્ફેક્શન
દર્દીને એન્ટી ફંગલ દવાઓ અપાય છે. ત્યારે ફંગલ ઈન્ફેક્શનના કારણે થતાં મોતનો દર વધતા કોરોનાના બીજા રાઉન્ડ દરમિયાન મ્યુકોરમાયકોસીસ થવાથી સુરત શહેર સાથે ગ્રામ્ય મળી 60થી વધુ લોકોનો ભોગ લેવાયો છે. જયારે કેટલાક લોકો હજુ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
કોરોનાના દર્દીઓને બચાવવા અપાતા સ્ટિરોઇડથી શરીરના ન્યૂટ્રોફિલ ડિસફંક્શન થવાને લીધે મ્યૂકર માઇકોસિસના કેસ વધ્યા છે. સુરતની ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 100 જેટલા દર્દીમાંથી 20 દર્દીએ આંખો ગુમાવી છે. જ્યારે એક દર્દીનું મૃત્યુ થયું હોવાનું ડોક્ટરોનું કહેવું છે.
કિસ્સો 1: દાંતમાં પણ ઇન્ફેક્શન હતું
ખાનગી હોસ્પિટલમાં 55 વર્ષના દર્દીને સુગરની બિમારી ઉપરાંત કોરોના થયો હતો. આંખમાં દુ:ખાવો થતા આંખ કાઢવી પડે તેમ હતી પણ પરિવારજનોએ ના પાડી હતી. જેથી ઇન્ફેક્શન મગજમાં જતા તેમનું મોત થયું હતું.
કિસ્સો 2: જડબાની સર્જરી કરવી પડી
વરાછાના 60 વર્ષીય વ્યકિત કોરોનામાંથી સાજા થયા પછી આંખમાં દુ:ખાવો થયો હતો. તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ એમઆરઆઈ રિપોર્ટ કરાવતા ઈન્ફેકશન નાક, જડબા અને આંખ સુધી પહોંચી ગયુ હતુ. જેથી ડોકટરોએ સર્જરી કરવી પડી હતી.
25 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, જીવ બચાવવા 10 દર્દીની આંખો કાઢવી પડી
જાણવા મળ્યું છે કે, હોસ્પિટલમાં મ્યુકર માઈકોસીસના 25 દર્દીઓ દાખલ છે. જેમાંથી 10 દર્દીની આંખો કાઢવી પડી હતી. કોરોનાથી સાજા થયેલા વ્યક્તિઓ કાળજી નહીં રાખે તો તેમને આ બિમારી થઈ શકે છે. શરૂઆતમાં ધ્યાન રાખવામાં આવે તો તેનો ઇલાજ શક્ય છે.
તકેદારી શું રાખવી જોઈએ
1. એન-95 માસ્ક પહેરી વાતાવરણથી થતા ઈન્ફેકશનથી બચવું
2. ધૂળ અને પાણીના ભેજથી દૂર રહેવું
3. શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવાં જોઈએ
4. સ્કીન પર ઈજા અથવા ચામડી કપાઈ ગઈ હોય તો તાત્કાલિક ડેટોલવાળા પાણીથી ઘાને ધોઈ નાખવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.