દુનિયામાં વૃક્ષો દિવસે ને દિવસે ઓછા થતાં જોય છે. જોકે તેને બચાવવા માટે પણ અલગ-અલગ ઉપાયો કરવામાં આવી રહ્યા છે. તેમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાનો એક દેશ એવો છે, જેમાં સરકાર તરફથી કાનૂન લાગુ પાડવામાં આવ્યો છે કે વિદ્યાર્થી કમ સે કમ 10 વૃક્ષ લગાવશે, ત્યારે જ તેમને વિશ્વવિદ્યાલયમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મળશે.
આ દેશનું નામ છે ફિલીપિન્સ, આ સરકારે પર્યાવરણ બચાવવા માટે અલગ પ્રકારનો કાનૂન લાગુ કર્યો છે. ત્યાંની સરકારે એટલા માટે કાનૂન લાગુ પાડ્યો છે, કારણ કે વનો કપાવાની માત્રા દિવસેને દિવસે વધી રહી છે. વનની સંખ્યા 70 ટકાથી ઘટીને 20 ટકા જેટલી થઈ ગઈ છે. આ ઉપરાંત પણ સરકારે દેશમાં એક વર્ષમાં 175 મિલિયનથી વધુ વૃક્ષ ઊગાડવા, તેને પોષણ આપવું અને તેને વિકસિત કરવાનું પણ લક્ષ્ય નક્કી કર્યું છે.
દરેક વિદ્યાર્થીએ ગ્રેજ્યુએટની ડિગ્રી માટે 10 ઝાડ ઊગાડવા પડશે. આ કાનૂનને ગ્રેજ્યુએશન લીગેસી ફોર ધ એન્વાયરમેન્ટ એક્ટ નામ આપવામાં આવ્યું છે. જેને ફિલિપિન્સની સંસદે સર્વસમ્મતિથી પાસ કર્યું છે. આ કાનૂન કોલેજ, પ્રાથમિક સ્તરની સ્કૂલો અને હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓને પણ લાગુ પડશે. સરકારે તે વિસ્તાર પણ નક્કી કર્યા છે જ્યાં વૃક્ષ લગાવાના છે.
મેનગ્રોવ વનક્ષેત્ર, સેન્ય વિસ્તાર અને શહેરના કેટલાક વિસ્તારો સામેલ છે. સ્થાનિય સરકારી એજન્સીઓને આ વૃક્ષોની દેખરેખની જવાબદારી સોંપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.