દુનિયાની એવી રહસ્યમય જગ્યાઓ, જ્યાં જવાથી થાય છે મોત..

આ દુનિયા જેટલી ખૂબસૂરત છે, તેટલી જ ખતરનાક પણ છે. જોકે મોટાભાગે લોકો સુરક્ષિત જગ્યા પર રહેવાનું પસંદ કરતાં હોય છે, પરંતુ દુનિયામાં કેટલીક એવી…

આ દુનિયા જેટલી ખૂબસૂરત છે, તેટલી જ ખતરનાક પણ છે. જોકે મોટાભાગે લોકો સુરક્ષિત જગ્યા પર રહેવાનું પસંદ કરતાં હોય છે, પરંતુ દુનિયામાં કેટલીક એવી પણ જગ્યા છે, જ્યાં જવું ખતરાથી ભરેલું છે. આજે એવી જગ્યાની વાત કરીશું જે ખતરનાક છે.

આ જે જાપાનનો ખૂની પોખર, જે અહીંની સૌથી પ્રસિદ્ધ જગ્યામાંની એક છે. આ પોખરમાં તળાવ પર પાબંદી છે. કેમકે તેનું તાપમાન 194 ડિગ્રી ફેરનહિટ એટલે કે 90 ડિગ્રી સેલ્સિયસ રહે છે. જોકે આ પોખરમાં લોખંડ અને મીઠાની માત્રા વધુ હોય છે અને તેનું પાણી લોહી જેવું લાલ હોય છે. તેને જોઈને એવું લાગે કે આ નર્કનો દ્વાર છે.

મ્યાનમારની પાસે સ્થિત છે આ રામ્રી દ્વિપ, જ્યાં ખારા પાણીના સરોવર છે અને તે મગરોથી ભરેલા છે. કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાની સેનાના 1000 જવાન બ્રિટિશ સૈનિકોથી બચવા માટે આ દ્વિપ પર પહોંચી ગયા હતા, પરંતુ તેમાંથી મોટાભાગના લોકો આઈલેન્ડ પર રહેનારા મગરોનો શિકાર બની ગયા હતા. ખાલી 20 સૈનિક જ જીવતા પાછા ફર્યા હતા.

દુનિયાની ખતરનાક જગ્યામાં એક સ્પેનની રોયલ પાથ છે. આ અલોરા નામના એક ગામ પાસે જોર્જ એલ ચોરોની પાસે બનેલો છે. આ ખતરનાક રસ્તો 300થી 900ની ઉંચાઈ પર છે. તેની લંબાઈ 1.8 મીટર અને પહોળાઈ માત્ર 3 ફિટ છે. તેને સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવ્યો છે. પરંતુ રોમાંચના શોખિન પર્યટક અહીં આવે છે. આ જગ્યા પરથી પડીને મરવાના ઘણા સમાચાર આવે છે.

બ્રાઝિલમાં પણ એક ખતરનાક જગ્યા છે, જેમાં સ્નેક આઈલેન્ડ એટલે કે સાપનું ઘર કહેવામાં આવે છે. આ આઈલેન્ડ સાપોથી ભરાયેલો છે. અહીં દુનિયાના ખતરનાક સાંપ જોવા મળે છે. બ્રાઝિલની નેવીએ અહીં લોકોના આવવા પર પ્રતિબંધ લગાવ્યો છે

જાપાનનો મિયાકેજીમા ઈઝૂ આઈલેન્ડ એટલો ખતરનાક છે કે અહીં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. આ આઈલેન્ડ પર જીવિત રહેવા માટે લોકોને હંમેશાં ગેસ માસ્ક લગાવીને ફરવું પડે છે કેમ કે અહીંના વાતાવરણમાં ઝેરિલા ગેસની માત્રા સામાન્યથી વધારે વધી ગઈ છે. અહીં ઓયામા જ્વાળામુખી હંમેશાં ફૂટતો રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *