હાલના સમયમાં મોટાભાગના બાળકો કઈકને કઈક નવું શીખતા થયા છે ત્યારે સુરતની શાનમાં વધારો થયો છે. શહેરના વિવાન ધિંગરાએ ગણિત વિષયમાં ભાગાકારના 100 દાખલા 1 મિનિટ અને 51 સેકન્ડમાં કરવા બદલ ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ’માં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
જેની ઉંમર હાલમાં ફક્ત 10 વર્ષની છે તેમજ ધોરણ 5 માં અભ્યાસ કરી રહ્યો છે. વિવાને 3 આંકડાના 100 ભાગાકારના દાખલાનો ઉત્તર માત્ર 110 સેકન્ડમાં આપ્યો હતો. આ રેકોર્ડ ‘ઈન્ડિયા બુક’ દ્વારા ઓનલાઈન નિરિક્ષણ કરવામાં આવ્યો હતો. વિવાન 3 મહિનામાં પ્રેક્ટિસ કરીને સૌથી ઝડપી ભાગાકારના દાખલા સોલ્વ કરનાર રેકોર્ડ હોલ્ડર બન્યો હતો.
3 મહિના સુધી દરરોજ 5 કલાક પ્રેક્ટિસ કરીને રેકોર્ડ હોલ્ડર બન્યો :
વિવાન ધિંગરા જણાવે છે કે, હું છેલ્લા 4 વર્ષથી ગણિતના કલાસીસમાં જાઉં છું. ત્યારપછી મેં લોકડાઉનમાં સમય મળ્યો ત્યારે બધું પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી ત્યારે મારા સરે જણાવ્યું હતું કે, રેકોર્ડ બનાવવો છે તો તૈયારી શરૂ કરી દે. મેં પહેલીવારમાં જ હા પાડીને તૈયારી શરૂ કરી દીધી હતી.
દરરોજની 5 કલાક પ્રેક્ટિસ કરતો હતો. કયારેક થાકી પણ જતો. જયારે મેં સૌપ્રથમ વખત પ્રેક્ટિસ માટે 100 દાખલા સોલ્વ કર્યા ત્યારે 25 મિનિટનો સમય લાગ્યો હતો. ધીમેં-ધીમેં ઓછો સમય થાય એની માટે 3 મહિના તૈયારી શરુ કરી હતી. રેકોર્ડના આગળના દિવસે મારી તબિયત સારી ન હોવાથી મેં ના પાડી દીધી હતી. એમ છતાં એ દિવસે રેકોર્ડ બનાવ્યો તેમજ માત્ર 110 સેકન્ડમાં 100 દાખલા સોલ્વ કર્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle