સુરતમાં શાકભાજીની જેમ ખુલ્લેઆમ ગાંજો વેચવા નીકળેલા બે ઇસમની ધરપકડ

સુરતમાં માદક દ્રવ્યોનું વેચાણ ખુબ વધી રહ્યું છે. અહીં લાખો રૂપિયાની કિંમતનો દેશી અને વિદેશી દારૂ ઝડપાતો છે. આ ઉપરાંત ગાંજો અને ડ્રગ્સ પકડવાના પણ…

સુરતમાં માદક દ્રવ્યોનું વેચાણ ખુબ વધી રહ્યું છે. અહીં લાખો રૂપિયાની કિંમતનો દેશી અને વિદેશી દારૂ ઝડપાતો છે. આ ઉપરાંત ગાંજો અને ડ્રગ્સ પકડવાના પણ અનેક કેસો જોવા મળ્યા છે. હાલ પોલીસે બે વ્યક્તિની 21 કિલોગ્રામ ગાંજા સાથે ધરપકડ કરી છે. એટલું જ નહીં, બંને વ્યક્તિઓ જાણે શાકભાજી વેચવા નીકળતા હોય તે રીતે મોપેડ પર ગાંજો વેચતા જોવા મળ્યા હતા.

સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, સુરતમાં કુખ્યાત ઉત્કલ નગરમાં રહેતા બે જુવાન યુવાનો પોતાના મોપેડ પર ગાંજાનો જથ્થો લઇને શાકભાજીની જેમ વેચવા નીકળતા હતા. પોલીસને આ બાબતે જાણકારી મળતા 21 કિલો ગાંજાના જથ્થા સાથે 2 વ્યક્તિને ઝડપી પાડ્યા હતા. આ જથ્થો પુરો પાડનાર વરાછાના કાલુ બિહારીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

સુરતના કતારગામ અને વરાછા પોલીસની વિસ્તારમાં આવેલા ઉત્કલ નગર અને અશોક નગરમાં ગાંજાના વેચાણ માટે બદનામ છે. અહીંયા રહેતા યુવાનો ગાંજાનો મોટાપાયે વેપાર કરે છે. રેલવે પાટાના બંને બાજુ આ વ્યક્તિ જાણે કે, શાકભાજી વેચતા હોય તે રીતે પાથરણા લગાવીને ગાંજાનું વેચાણ કરતા હતા.

ઓડિશાથી રેલવે મારફતે ગાંજો લાવવમ આવતો હતો. તેઓ પોતાના ઘરમાં અન્ડરગ્રાઉન જગ્યામાં આ ગાંજાનો જથ્થો છુપાવીને વેચાણ કરતા હતા. આ સમયે પોલીસને જાણ થઇ હતી કે, બે વ્યક્તિઓ શાકભાજીની જેમ મોપેડ પર ગાંજાનો વેપાર કરી રહ્યા છે. માહિતી મળ્યા બાદ કતારગામ પોલીસે વૉચ રાખીને કતારગામ વિસ્તારમાં આવેલા ઉત્કલ નગરના અંબાજી મહોલ્લામાં રહેતા બે વ્યક્તિઓની ધડપકડ કરી હતી.

પોલીસે માહિતીના આધારે સાગર શશિપ્રધાન અને મુકેશ રાઉતને ધડપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમની પાસેથી 21 કિલો ગાંજો અને એક વજન કાંટો જપ્ત કર્યો હતો. આ સાથે જ પોલીસે કુલ 3 લાખનો માલ કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં બંને વ્યક્તિએ ગાંજાનો આ જથ્થો વરાછાના કાલુ બિહારી નામના વ્યક્તિને આપ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ બંને આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી કાલુ બિહારીને વોન્ટેડ જાહેર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *