ગોંડલમાં યુવતી સાથે લગ્નની લાલચે દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે ફટકારી સજા

ગોંડલ(ગુજરાત): એક યુવતીએ એવી ફરિયાદ નોંધાવી હતી કે, તેને એક સમયે ગોંડલના કેતન હરેશભાઈ વૈષ્ણવ સાથે પ્રેમસંબંધ હતો. ત્યારબાદ તેઓ લગભગ બેથી અઢી વર્ષથી સાથે રહ્યા હતા. ત્યારે કેતને યુવતીને લગ્નની લાલચ આપી હતી.

લગ્નની લાલચ આપીને યુવતી સાથે અનેક વાર શારીરક સબંધ પણ બાંધ્યો હતો. યુવતીને લગ્ન કરવાનું વચન આપ્યું હતુ. પરંતુ પછી કેતન શારીરીક શોષણ કરી યુવતીને લગ્ન કરવાની ના પાડી હતી. ત્યારે યુવતીએ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં કેતન વિરુધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ બાદ આરોપી કેતન વિરુધ ગંભીર ગુનાનુ ચાર્જશીટ કરવામાં આવેલ હતું.

આ કેસમાં એટ્રોસિટી એકટ મુજબ તથા 376 મુજબનુ ચાર્જશીટ નોંધી હતી. તેમજ ગોંડલ સેસન્સ સેશન્સ અદાલતે ઉપરોકત કેસ ચાલતા સરકારી વકીલ ઘનશ્યામ ડોબરિયાની દલીલો ધ્યાનમાં લઈને આરોપી કેતન એટ્રોસિટીના ગુનામાં 376 ના ગુનામાં 10 વર્ષની કેદની સજા ફટકારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *