હવે તો હદ થઇ! તસ્કરોએ નેતાઓના પરિવારજનોને પણ ન મુક્યા- જુઓ કેવીરીતે અડધી રાતે કરી લાખોની ચોરી

રાજકોટ(ગુજરાત): આજકાલ વધી રહેલા તસ્કરોના આતંક દરમિયાન ગોંડલ પંથકમાં ફરી એક વખત તસ્કરોનો તરખાટ સામે આવી રહ્યો છે. આ વખતે તસ્કરોએ આમ આદમીને પોતાનો શિકાર…

રાજકોટ(ગુજરાત): આજકાલ વધી રહેલા તસ્કરોના આતંક દરમિયાન ગોંડલ પંથકમાં ફરી એક વખત તસ્કરોનો તરખાટ સામે આવી રહ્યો છે. આ વખતે તસ્કરોએ આમ આદમીને પોતાનો શિકાર બનાવ્યા નથી. પરંતુ, પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુકના મોટાભાઈ મનસુખભાઈ લવજીભાઈ ધડુક સંચાલિત બાલાજી કોલેજ ઓફ નર્સિંગ તથા લો કોલેજમાં ઘુશી લાખો રૂપિયાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન, તસ્કરો દ્વારા જે તરખાટ મચાવ્યો છે તે CCTVની અંદર કેદ થવા પામ્યો છે.

મળતી માહિતી મુજબ, પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુકના મોટાભાઈ મનસુખભાઈ લવજીભાઈ ધડુક છે. તેઓના દ્વારા આઈપીસીની કલમ 457, 380, 114 મુજબ ગોંડલ પોલીસમાં નોંધાવવામાં આવ્યો છે. ફરિયાદમાં સાંસદના ભાઈએ પોલીસને જણાવ્યું છે કે, ગોમટા ગામની સીમમાં આવેલ ધડુક એજ્યુકેશન ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે હું સેવા આપું છું. આ ટ્રસ્ટ સંચાલિત બાલાજી કોલેજ ઓફ નર્સિંગ તથા લો કોલેજ એક જ બિલ્ડિંગમાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સાત જુલાઈના રોજ આઠેક વાગ્યે ચોકીદાર રજનીકાંત મોરી મારી પાસે આવ્યો હતો અને જણાવ્યું હતું કે, આપણી ઓફિસમાં રાખવામાં આવેલ તિજોરી ગાયબ છે. ઓફિસમાં જઇને ચેક કરતા તિજોરી ગાયબ હતી. આ ઉપરાંત, બાજુમાં આવેલ પ્રિન્સિપાલની ઓફિસના ખાના પણ અસ્તવ્યસ્ત કરી નાખવામાં આવ્યા હતા. તેમજ બારીની ગ્રીલ તૂટેલી હાલતમાં જોવા મળી હતી. બિલ્ડિંગના ગ્રાઉન્ડમાં જતા બિલ્ડીંગ થી થોડે દુર તૂટેલી હાલતમાં તિજોરી પણ નજરે પડી હતી.

જાણવા મળ્યું છે કે, સમગ્ર મામલે કોલેજના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચાર અજાણ્યા માણસો શરીરે ચાદર ઓઢેલી હાલતમાં આવી ચોરી કરી હતી. ઓફિસમાં તપાસ કરતા તિજોરીમાં રાખવામાં આવેલ 6,09,000 એકઝામ ફી ના તથા 4,80,000 ટ્યુશન ફી ના ચોરી થયાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત, અગાઉ પણ ગોંડલના ગ્રામ્ય પંથકોમાં તસ્કરોએ મોટા પાયે આતંક મચાવ્યો હતો. જે સમગ્ર ઘટના પણ અગાઉ સીસીટીવી ફુટેજમાં કેદ થવા પામી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *