મીની લોકડાઉનથી લાચાર બન્યા સુરતના વેપારીઓ- બેનરો લગાવીને કર્યો દુકાન બંધના નિયમોનો વિરોધ

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે આંતક મચાવ્યો છે. જેને લીધે દેશની સરકારી અને ખાનગી હોસ્પીટલમાં બેડની ભારે અછત સર્જાણી હતી. તો કેટલાય લોકોને પૂરતા પ્રમાણમાં ઓક્સીજન નહી મળવાને કારણે તડપી તડપીને મરી રહ્યા હતા. જેને લીધે કેટલાય પરિવારજનોને પોતાના સ્વજનો ગુમાવવા પડ્યા હતા. ત્યારે વધી રહેલા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે અને રાજ્યમાં લોકડાઉન લાદવામાં આવ્યા હતા. જયારે ગુજરાત રાજ્યમાં પણ સરકાર દ્વારા અઘોષિત લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જીવન જરૂરિયાત વસ્તુઓની દુકાનો જ ખુલી રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ગુજરાતમાં લગાવવામાં આવેલ અઘોષિત લોકડાઉનમાં ફક્ત જીવન જરૂરિયાત વસ્તુઓની દુકાનો જ ખુલી રાખવાનો સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે સુરત શહેરમાં દુકાનદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જાણીએ શું છે સમગ્ર મામલો..

સુરત શહેર સહીત સમગ્ર રાજ્યમાં જીવન જરૂરિયાત વસ્તુઓની જ દુકાનો ખુલી રાખવાનો સરકાર શ્રી દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. જેમને લઈને સુરત રેલ્વે સ્ટેશન નજીક આવેલા પોદાર આર્કેડમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. પોદાર આર્કેડમાં ચાલી રહેલ મોબાઈલની દુકાનોના માલિકો દ્વારા પોસ્ટરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોએ સરકાર પર આક્રોશ કરતા આ પોસ્ટરમાં લખ્યું હતું કે, વેપારી ચોર નથી સાહેબ, જે પોતાની જ દુકાનમાંથી ચોરીની જેમ માલ કાઢીને વેચે છે. ભૂખ, દેવું, હપ્તા, વ્યાજ, બીલ, ટેક્સ, પગાર, બીમારીની બીક, ઘર ખર્ચ અમને આમ કરવા મજબુર કરે છે. સાથે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું છે કે, સરકાર એકવાર એક મહિના માટે પગાર, ભથ્થા, પેન્શન રોકીને જુઓ. આખા દેશને ખબર પડી જશે કે બેરોજગારી શું છે.

સાથે વેપારીઓ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અત્યારે કોરોનાકાળ છે. ત્યારે અમારા દરેક વેપારીઓએ સરકાર શ્રી ના દરેક નિયમોનું પાલન કર્યું છે અને પાલન કરવાના પણ છીએ. સાથે વેપારીઓ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું છે કે આ લોકડાઉન ફક્ત કોમ્પ્લેક્ષ અને રોડ પર આવેલી દુકાન માટે જ દેખાઈ રહ્યું છે. જયારે બીજી બાજુ સો ટકા કારખાનો શરુ છે અને સો ટકા ઓફીસો પણ શરુ છે તથા ગલીઓમાં આવેલી દુકાનો પણ શરુ છે.

અમારા પણ ખર્ચા ચડે છે. અમારે પણ સ્ટાફને પગાર આપવાનો હોય છે. અમારી પાસે લાખો રૂપિયાનો સ્ટોક પડ્યો છે ત્યારે વેપારીઓ અમને ઉપરથી દબાણ કરે છે કે અમને પૈસા આપો. સાથે વેપારીઓ કહ્યું છે કે સરકારે લોકડાઉન કરવું હોય તો સંપૂર્ણ લોકડાઉન કરે અને આ અશંત: લોકડાઉનનો કોઈ મતલબ નથી. સરકાર શ્રીને એક જ અપીલ છે કે લોકડાઉન કરવું હોય તો સંપૂર્ણ લોકડાઉન કરો અથવા આ ૧૦% થી ૨૦% જે લોકડાઉન લગાવવામાં આવ્યું છે તેમને દુર કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *