કોંગ્રેસના દિગ્ગજ નેતાને ભાજપમાં લાવવા ઓફર કર્યા 100 કરોડ રૂપિયા અને મંત્રીપદ, નામ જાણી ચોંકી જશો

મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહે કેટલાક પુરાવાના આધારે દાવો કર્યો હતો કે, ભાજપ હાલ મધ્ય પ્રદેશમાં વર્તમાન સરકારને ઉથલાવવાના પ્રયાસો કરી રહી છે અને આ માટે તે એક ધારાસભ્યને 100 કરોડની ઓફર કરી રહી છે. એટલે કે ભાજપ હોર્સ ટ્રેડિંગ દ્વારા હાલ મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકારને ઉથલાવવા માગે છે. ત્યારે કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશના ભૂતપુર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો છે કે, કમલનાથ સરકારને અસ્થિર કરવા માટે ભાજપ તેમના પક્ષના ધારાસભ્યોને લાંચની ઓફર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દિગ્વિજયે દિલ્હીમાં સોમવારે કહ્યું હતું કે, ભાજપ શિવરાજ સિંહ ચૌહાણ અને નરોત્તમ મિશ્રા કોંગ્રેસના ધારાસભ્યોને રૂપિયા 100 કરોડ સુધીની ઓફર કરી રહ્યા છે. આ કર્ણાટક નથી, મધ્ય પ્રદેશ છે. તેમણે જણાવ્યું હતું કે અમારા ધારાસભ્યો વેચાઈ જનારા નથી. બીજીબાજુ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે, દિગ્વિજયને ખોટુ બોલવાની જૂની ટેવ છે.

કુશવાહની મીડિયા સાથેની વાતચીત

મધ્યપ્રદેશના સંસદીય કાર્ય અને સામાન્ય વહીવટ મંત્રી ગોવિંદ સિંહને મળ્યા બાદ કુશવાહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે, સતત કેટલાક લોકો મારી પાસે આવ્યા અને કહ્યું કે તમે પૈસા લઈ લો, મેં કહ્યું કે કોણ પૈસા આપી રહ્યું છે ? તેમનું નામ જણાવો. એ જગ્યા જણાવો જ્યાં પૈસા અપાશે. આ ઓફર કરનાર વ્યક્તિની ઓળખ પ્રમોદ શર્મા છે, જે મધ્યપ્રદેશના ભિંડની આસપાસનો રહેવાસી છે. પત્રકારોએ પૂછ્યું કે ભાજપે તમને ઓફરમાં શું કહ્યું, તો ધારાસભ્ય કુશવાહે જણાવ્યું કે, મને કહેવાયું કે તમને કોઈ મુશ્કેલી પડશે નહીં. મેં ઓફર કોણે મોકલી છે એમ પૂછ્યું તો સામેવાળાએ શિવરાજસિંહ, કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર અને નરોત્તમ મિશ્રાના નામ લીધા હતા. આ સાથે મંત્રીપદની ઓફર પણ કરી હતી.

4 ધારાસભ્ય હજુ પણ ગાયબ

મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારથી અસંતૃષ્ટ ધારાસભ્યોમાંથી 6 પરત ભોપાલ આવી ગયા છે જ્યારે 4 ધારાસભ્ય હજુ પણ ગાયબ છે. કોંગ્રેસનો દાવો છે કે પ્રદેશ સરકાર પુરી રીતે સુરક્ષિત છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મંગળવાર રાત સુધી બધુ કેટલીક યોજના અનુસાર ચાલી રહ્યુ હતું પરંતુ એક ધારાસભ્યના ગનમેનની ભૂલને કારણે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ ફેલ થઇ ગયુ.

100 કરોડ રૂપિયાની ઓફર

ડો.આનંદ રાઇએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં આનંદ રાઇએ દાવો કર્યો હતો કે ભાજપના પૂર્વ મંત્રી નરોત્તમ મિશ્રાએ કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષ છોડીને ભાજપમાં આવવા બદલ મંત્રી પદ અને 100 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. આમ કરીને તેઓ વર્તમાન મધ્ય પ્રદેશની કમલનાથ સરકારને ઉથલાવવા માંગે છે.

આ વીડિયો તો ફેક છે : ઉમેશ શર્મા

મધ્યપ્રદેશ ભાજપના પ્રવક્તા ઉમેશ શર્માએ દાવો કર્યો હતો કે આ વીડિયો ફેક છે અને અમારા નેતા નરોત્તમ મિશ્રાની છાપ ખરાબ કરવા માટે જ તેને રીલીઝ કરવામાં આવ્યો છે. જોકે ભાજપે તેની ખરાઇ કરી છે કે કેમ તેને લઇન કોઇ સ્પષ્ટતા ભાજપના નેતાએ નહોતી કરી.

અમારા આઠ ધારાસભ્યોને ભાજપ હરિયાણા લઈ ગયું : કોંગ્રેસનો દાવો

મધ્ય પ્રદેશના મંત્રી જીત પટવારીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ દ્વારા મધ્ય પ્રદેશ કોંગ્રેસના આઠ ધારાસભ્યોને હરિયાણાની એક હોટેલમાં લઇ જવાયા છે. આ નિવેદન એવા સમયે સામે આવ્યું હતું જ્યારે કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે દાવો કર્યો હતો કે ભાજપ બસપાના એક ધારાસભ્યને પ્લેન દ્વારા દિલ્હી લઇ ગઇ છે. આ બન્ને નેતાઓના દાવા અને હોર્સ ટ્રેડિંગના સ્ટિંગ ઓપરેશનનો વીડિયો સામે આવ્યા બાદ મામલો ગરમાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *