યુવાનો અને ખેડૂતોનું મોટું સમર્થન ધરાવતા OBC નેતા જોડાઈ શકે છે AAP માં- સૌરાષ્ટ્રમાં થશે સીધી અસર

દિલ્હીમાં સતત ત્રીજી વખત આમ આદમી પાટીઁની જીત બાદ ગુજરાતના યુવાનોમાં AAP માં જાડાવાનો ક્રેઝ ખુબ જ વધ્યો છે. તેમજ દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ પરંપરાગત રાજકારણ છોડી કામની રાજનીતી નો નવો ચીલો ચાતર્યો છે. તેમજ આપે દિલ્હીમાં કામના નામ પર વોટ માંગ્યા જે આજ ના યુવાનો ને ખુબ જ પસંદ પડી ગયુ છે.

ગુજરાતની વાત કરીએ તો ભાજપ-કોગ્રેંસ ના નેતાઓ, પદાધીકારીઓ તેમજ કાર્યકર્તાઓ તેમજ વિવિધ આંદોલનકારીઓ આપમાં જોડાઇ રહ્યા હોવાની અટકળો વેગ પકડી રહી છે. થોડાક દિવસો થી પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલની આપ સાથે જોડાવાની શક્યતાઓ વધતી દેખાઇ રહી છે. એવામાં ગુજરાતમાં બેરોજગાર યુવાનો તેમજ શૈક્ષણીક કે સામાજીક રીતે અન્યાય ભોગવી રહેલા યુવાનો માટે આંદોલન કરી રહેલા પ્રવીણ રામની પણ આપમાં જોડાવા ની શકતાઓ ખુબ જ વધી રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર આંદોલનકારી પ્રવિણ રામ આમ આદમી પાર્ટીના દિલ્હીના નેતાઓ સાથે તેમજ ગુજરાતના નેતાઓ સાથે સપકઁમાં છે, હવે આ સંપર્ક અને વાતચીત દરમ્યાન પ્રવીણ રામ ક્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાશે? તેમજ તેમને પાર્ટીમાં શું જવાબદારી સોંપવામાં આવશે એ તો આગામી સમય જ બતાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *