ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ટિકિટ વિતરણને લઈને ભારે હોબાળો મચી ગયો છે. ગુજરાત રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો જણાય રહ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટીઓ સતર્ક થઈ ગઈ છે.
સુરત મનપાના વોર્ડ 3માં 500 લોકો AAPમાં જોડાતા ખળભળાટ મચી ગયો હતો. પાસોદરા ગામના સરપંચ સહિત 500 લોકો AAPમાં જોડાયા છે. ભાજપના 100થી વધુ પેજ પ્રમુખો પણ AAPમાં સામેલ થયા છે. પેજ પ્રમુખના આઈ કાર્ડ ઉતારી AAPનો ખેસ ધારણ કર્યો છે. 500 કાર્યકરો AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાની હાજરીમાં જોડાયા હતા. ભાજપે વોર્ડ 3માં આયાતી ઉમેદવારો ઉતારતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો.
સુરતના SMC વોડઁ નંબર-3 ના નવા સમાવિષ્ઠ પાસોદરા વિસ્તારમાં આમ આદમી પાટીઁ દ્વારા યોજાયેલ જનસભામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલ ઇટાળીયાની હાજરીમાં ભાજપ માંથી આવેલા સરપંચ શ્રી,યુવા ભાજપના આગેવોનો, પેજ પ્રમુખો અને કાર્યકરોએ AAP માં કરી ધમાકેદાર એન્ટ્રી થઈ ચુકી છે.
ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયેલા આગેવાનોની વિગત
પાસોદરા ગામના સરપંચ શ્રી અનિતાબેન રાજેન્દ્રભાઇ વસાણી ઈમાનદાર AAP પાર્ટીમાં જોડાયા.
પાસોદરા વિસ્તરણ 100 પેજ પ્રમુખો સહિતના 580 પેજ કમીટીના સભ્યોએ ભાજપ છોડી ઈમાનદાર AAP પાર્ટીનો આપ્યો સાથ.
યુવા ભાજપ અગ્રણી શ્રી લાલજી ક્યાડા પણ ભાજપ છોડી જોડાયા ઈમાનદાર AAP પાર્ટીમાં જોડાયા.
ટૂંકમાં ભાજપ સાથે જોડાયેલ 600+ કાર્યકર્તાઓ, આગેવાનો, પદાધિકારીઓ અને પેજ પ્રમુખ ઈમાનદાર આમ આદમી પાર્ટીમાં જોડાયા.
મનપાના વોર્ડ 3માં 500 લોકો AAPમાં જોડાતા ખળભળાટ મચી ગયો છે. પાસોદરા ગામના સરપંચ સહિત 500 લોકો AAPમાં જોડાયા છે. ભાજપના 100થી વધુ પેજ પ્રમુખો પણ AAPમાં સામેલ થયા છે. પેજ પ્રમુખના આઈ કાર્ડ ઉતારી AAPનો ખેસ ધારણ કર્યો છે. 500 કાર્યકરો AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાની હાજરીમાં જોડાયા હતા. ભાજપે વોર્ડ 3માં આયાતી ઉમેદવારો ઉતારતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો.
ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ જાહેરમાં લોકોને પોતાની ઈમાનદારી દર્શાવી હતી. જાહેર સભામાં સંભળાવી ઓડિયો ક્લીપ સંભળાવી હતી. ગોપાલ ઈટાલિયા ઓડિયો ક્લીપ સંભળાવતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. આ ઓડિયો ક્લિપ ગોપાલ ઈટાલિયા અને સુરતના એક વ્યક્તિ રતનસિંહ વચ્ચેની વાતચીતનો છે. રતનસિંહ ઓડ નામના વ્યકિતએ ગોપાલ ઈટાલિયાને ફોન કરીને કહ્યું કે, ગોરધનભાઈનો દિકરો બિનહરીફ ચૂંટાઈ શકે છે. જે બાદ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, આવી વાત કરતા શરમ આવવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle