વતનની સેવામાં સુરતના યુવાનો પહોંચ્યા ભાવનગર- પોતાની કારમાં બનાવી એમ્બ્યુલન્સ

‘ચાલો જઈએ વતનની વ્હારે’ અંતર્ગત આજે કેટલાય યુવાનો સુરતથી સૌરાષ્ટ્ર પોતાના વતન કોરોના સામે લડવા લોકોની મદદે પહોચ્યા છે. ઘણા નામાંકિત વ્યક્તિઓની સેવાથી આજે સૌરાષ્ટ્રના…

‘ચાલો જઈએ વતનની વ્હારે’ અંતર્ગત આજે કેટલાય યુવાનો સુરતથી સૌરાષ્ટ્ર પોતાના વતન કોરોના સામે લડવા લોકોની મદદે પહોચ્યા છે. ઘણા નામાંકિત વ્યક્તિઓની સેવાથી આજે સૌરાષ્ટ્રના સેંકડો દર્દીઓને કોરોના સામે લડવા યોગ્ય સારવાર અને પ્રોત્સાહન મળી રહ્યું છે. હાલમાં જ ‘મારી પ્રજાનું કલ્યાણ થજો’ ને સાર્થક કરનાર નેક નામદાર મહારાજ કૃષ્ણકુમાર સિંહજીના વંશજ યુવરાજસિંહ ગોહિલ ભાવેણાના સુરત વસતા નવયુવાનો કોરોના યોદ્ધા બનીને ભાવેણાની પ્રજાને કોરોનાથી બચાવવા પહોંચ્યા છે, જેઓને નામદાર યુવરાજ સાહેબ ભાવનગરના અલગ અલગ તાલુકે જવા દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું.

લગભગ 20 થી વધુ મોટરકાર અને 100 જેટલા યુવાનો સુરતથી ભાવનગરના અલગ અલગ તાલુકાઓમાં કોરોના વોરિયર્સ બનીને રવાના કર્યા હતા, જેઓ સેવાના સારથી બનીને પહોંચ્યા છે. જેઓ ભાવનગરની જનતાની સેવા અને સારવાર કરવામાં અડીખમ ઉભા રહેશે. આ સેવાના કાર્યક્રમ માટે સુરતના સામાજિક અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ સુરતથી આવેલા યુવાનો અશોક અધેવાડા, રોનક પટેલ, નગરસેવક મહેશ અણઘણ વગેરે પણ જોડાયા હતા.

એકતરફ કોરોના દિવસેને દિવસે વકરતો જાય છે અને બીજીબાજુ સૌરાષ્ટ્રની સ્થિતિ વધારેમાં વધારે કથળી રહી છે. વતનમાં સારવારની સુવિધાઓ ના અભાવે દર્દીઓને કેટ કેટલી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે પંરતુ આવા સમય વચ્ચે સુરતીઓ અને કેટલાય અન્ય જીલ્લાના લોકોએ પોતાના વતનમાં સેવા કરવા જવાનો સુંદર નિર્ણય લીધો છે અને પોતાના વતનમાં પહોચીને કોરોના ગ્રસ્ત દર્દીઓની થતી સેવા કરવાની ફરજ પાડી છે.

સુરત શહેરના ‘સેવા ગ્રુપ’ દ્વારા સમગ્ર સુરત શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની શ્રેષ્ઠતમ સેવા અને વ્યવસ્થા બાદ દરેક લોકો સરકાર કરતા પણ વધારે અપેક્ષાઓ આ ગ્રુપ સાથે રાખી રહ્યા છે. આજે લોકોની આ અપેક્ષાઓ પર ખરા ઉતરીને ‘સેવા ગ્રુપ’ના કેટલાય યુવાનો આજે પોતાના વતન સૌરાષ્ટ્રમાં કોરોના સામે લડી રહેલા દર્દીઓની વ્હારે આવ્યા છે. ઠેર ઠેર જગ્યાએથી આવેલા દરેક લોકોની પોતાના વતન પ્રત્યેની લાગણીઓ જોઈને ભાવનગર રાજવી પરિવારના રાજકુંવર અને ભાવનગર પ્રિન્સ યુવરાજસિંહ ગોહિલ ઓળઘોળ થઇ ગયા હતા અને એમના આ કાર્યને બિરદાવી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *