મારા-મારી, હત્યા(Murder), લુંટ(robbery) વગેરેની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધી રહી છે. ત્યારે હાલ તેલંગાણા (Telangana)ના રંગારેડ્ડી(Rangareddy) જિલ્લામાં આદિબાટલા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં યુવતીએ લગ્ન કરવાની ના પાડતાં 100થી વધુ લોકો ડોક્ટર યુવતીને તેના ઘરેથી બળજબરીથી ઉઠાવી ગયા હતા. આ સાથે જ એ બદમાશો દ્વારા ઘરમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. તેમજ બદમાશોને અટકાવા જતાં યુવતીના પિતાને પણ લાકડી વડે માર માર્યો હતો. હાલ આ અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
View this post on Instagram
મળતી માહિતી અનુસાર, યુવતીનું નામ વૈશાલી છે. તે વ્યવસાયે ડેન્ટિસ્ટ છે. આરોપી નવીન અને વૈશાલીની મુલાકાત બે વર્ષ પહેલાં બેડમિન્ટન રમતા સમયે થઈ હતી. આ અંગે યુવતીના પિતાએ જણાવ્યું હતું કે, તે સતત વૈશાલીને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. આ સાથે જ નવીન ઈન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વૈશાલીને હેરાન કરતો હતો. જેના કારણે નવીન વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.
જાણવા મળ્યું છે કે, વૈશાલીના પિતાની નવીનના વિસ્તારમાં ચાની દુકાન છે. આ દરમિયાન શુક્રવારના રોજ દુકાનમાં કામ કરનારા કર્મચારીઓ સાથે ઘર પર આવ્યો અને તોડફોડ મચાવી હતી. આ દરમિયાન યુવતીના પિતાને માથામાં ઈજા થઈ હતી. સાથે જ 100થી વધુ લોકો ઘરમાં ઘૂસ્યા હતા અને ત્યાં પણ તોડફોડ કરી હતી. આ લોકો વૈશાલીને બેડરૂમમાંથી ખેંચીને બહાર લઈ ગયા અને કારમાં અપહરણ કરી લઈ ગયા હતા.
નવીન સહિત 18 લોકોની ધરપકડ:
જેને પગલે યુવતીના પરિવારજનો દ્વારા નવીન વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેથી ફરિયાદના આધારે પોલીસે ઘટનાના થોડા કલાકોમાં જ આરોપીને પકડી લીધા હતા અને યુવતીને સુરક્ષિત ઘરે લઈ આવી હતી. આ ઘટનામાં પોલીસે આરોપી નવીન સહિત 18 લોકોની ધરપકડ કરી છે. હાલ પોલીસ અન્ય આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરવા પ્રયાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.