ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: 102 તાલુકામાં વરસાદે બોલવી રમઝટ

Hevay rain in gujarat: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં ધોધમાર (Hevay rain in gujarat) વરસાદ વરસ્યો, સૌથી વધુ પોરબંદરમાં 14 ઈંચ વરસાદ જેટલો ખાબક્યો, કલ્યાણપુરમાં 10 ઈંચ, રાણાવાવમાં પોણા 10 ઈંચ, પાટણ-વેરાવળમાં 8 ઈંચ, કેશોદમાં સાડા 7 ઈંચ, વંથલીમાં 7 ઈંચ, સુત્રાપાડામાં 6.5 ઈંચ, માણાવદરમાં 6.5 ઈંચ, કુતિયાણામાં 6 ઈંચ, જામ જોધપુરમાં 6 ઈંચ, વિસાવદરમાં 4.5 ઈંચ, માંગરોળમાં 4.5 ઈંચ, ઉપલેટામાં 4.5 ઈંચ, માળીયા હાટીનામાં 4.5 ઈંચ, ધોરાજીમાં સવા 4 ઈંચ, તાલાળામાં સવા 4 ઈંચ વરસાદ નોંધાયો.

રાજ્યમાં વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થઈ ચુક્યા છે. સવારે 6થી 8 વાગ્યાથી સુધીમાં 40 તાલુકામાં વરસાદ પડ્યો ચુક્યો છે. કેશોદમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ, પોરબંદર, વંથલીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. મેંદરડામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ખંભાળિયામાં 2 ઇંચ, જોડીયામાં 1.5 ઇંચ વરસાદ, કલ્યાણપુરમાં સવા ઇંચ વરસાદ નોંધાયો હતો.

જૂનાગઢ જીલ્લામાં મોડી રાતથી વરસાદ શરૂ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 1.5 થી સાડા સાત ઈંચ વરસાદ પડ્યો હતો. કેશોદમાં તાલુકામાં સૌથી વધુ 7.56 ઈંચ વરસાદ પડ્યો હતો. ભેસાણ તાલુકામાં 1.6 ઈંચ વરસાદ નોંધાયો છે.

જુનાગઢના કેશોદમાં આજ સવારથી જ ધોધમાર વરસાદ શરુ થયો છે. ભારે વરસાદના કારણે કેશોદ તાલુકાના અમુક વિસ્તારોમાં પાણી ભરાતા રસ્તાઓ બંધ થયા છે. જેના કારણે સ્થાનિક લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેશોદના નીંચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે.