દેવું માથે કરી સુરતના આ વ્યક્તિએ પોતાનું મોત સાબિત કરવા માસુમની બલી ચડાવી દીધી- કારમાં બેસાડી જીવતો સળગાવી…

સુરતમાં ઘલા ગામે રહસ્યમય રીતે સળગેલી સ્થિતીમાં ક્રેટા કારનું રહસ્ય ખુલ્યું છે. આ કારમાં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. ભસ્મીભુત પોલીસને પહેલાથી…

સુરતમાં ઘલા ગામે રહસ્યમય રીતે સળગેલી સ્થિતીમાં ક્રેટા કારનું રહસ્ય ખુલ્યું છે. આ કારમાં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. ભસ્મીભુત પોલીસને પહેલાથી જ ઘટનાને લઇને ઘટના આકસ્મિક નહી પરંતુ કોઈ કાવતરું હોવાની શંકા હતી. આજે પોલીસની આ શંકા સાચી ઠરી હતી. કાર અને અજાણ્યા ઇસમને સળગાવનાર બીજુ કોઇ નહી પરંતુ કારનો માલિક પોતે જ નિકળ્યો હતો. જિલ્લા SPG પોલીસ દ્વારા કાર માલિકની ધરપકડ કરવામાં આવી હતી.

સુરતનાં ઘલા ગામે રહસ્યમય રીતે સળગેલી સ્થિતીમાં ક્રેટા કાર મળી આવી હતી. જેમાં ભડથુ થયેલો મૃતદેહ પણ મળી આવ્યો હતો. સળગી ગયેલા મૃતદેહને જોઇ પોલીસને પહેલાથી જ આશંકા હતી કે આ કોઇ આકસ્મિક ઘટના નહી પરંતુ કોઇ કાવતરૂ હોઇ શકે છે. આજે પોલીસની શંકા સાચી ઠરી. કાર માલિક દ્વારા જ પોતાની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું.

આખરે કારનો માલિક કામરેજના વેલંજા નજીકથી મળી આવ્યો હતો. પોલીસના હાથે ઝડપાયેલી આખી ટીમે ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો. પોતાને શેરબજારમાં દેવું થઇ ગયું હતું. આ ઉપરાંત 37 લાખ રૂપિયાનું અન્ય દેવું અને 17 લાખની કાર લોન સહિત ઘણુ દેવું માથે થઇ ગયું હતું.

જેના કારણે તેમણે 60 લાખનો વીમો અને અન્ય 4 લાખનો વીમો હતો. તેણે વીમાની રકમ પાસ કરાવવા માટે આ તરકટ રચ્યું હતું. પોતે ક્રેટા કાર લઇને ગુમ થઇ ગયાનું નાટક કર્યું હતું. ત્યારબાદ અચાનક તેની ગાડી સળગેલી હાલતમાં મળી આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *