કોરોનાનો ભય આખી દુનિયામાં ફેલાઈ ચૂક્યો છે. ભારત, પાકિસ્તાન, અમેરિકા સહિત લગભગ 164 દેશોમાં કોરોના વાયરસ ફેલાઈ ચૂક્યો છે. બે લાખથી વધારે લોકો બીમાર છે. લગભગ હજારો લોકો મરી ચૂક્યા છે.આ વચ્ચે વૃધ્ધો માટે ખતરનાક કહેવામાં આવી રહેલા વાઈરસને ૧૦૩ વર્ષની એક મહિલાએ પછાડી બિલકુલ સાજા થઇ ઘરે પાછા આવી ચૂક્યા છે.
ઈરાનની રાજધાની તહેરાનથી 180 કિલોમીટર દૂર, સેમનાન હોસ્પિટલમાં દાખલ આ મહિલાએ કોરોના વાયરસને હરાવી દીધો છે. મહિલાનું નામ જોકે અધિકારીઓએ જાહેર કર્યું નથી પરંતુ આ મહિલાની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.
સ્થાનીય મીડિયા રિપોર્ટ અનુસાર સેમનાન પ્રાંતના સ્વાસ્થ્ય અધિકારી નાવિદ દાનાઈએ મીડિયાને જણાવ્યું કે ૧૦૩ વર્ષની એક મહિલા જે કોરાના વાયરસ થી પ્રભાવિત થનારી સૌથી મોટી ઉંમરની મહિલા હતી, જેને કોરોના વાયરસને હરાવી દીધો છે અને તે હોસ્પિટલથી પાછી ઘરે ચાલી ગઈ છે.
આ વૃદ્ધ મહિલાનું આટલું જલ્દી સાજા થઇ જવું એક ચમત્કાર જ છે.કારણ કે આ વાઇરસ ખરાબ ઇમ્યુન સિસ્ટમ વાળા અને વૃદ્ધ લોકો માટે વધારે ખતરનાક છે. તેને આ વાઇરસ જલ્દી ઝપેટમાં લઇ લે છે. આ જ કારણ છે કે દુનિયાભરમાં વૃદ્ધ લોકો આનો સૌથી વધારે શિકાર બની રહ્યા છે.
એક તથ્ય એ પણ છે કે ઈરાનમાં આ ખતરનાક રોગથી ઠીક થઈને પાછી ફરેલી આ વૃદ્ધ એકલી નથી.તેની પહેલા 91 વર્ષીય એક અન્ય વ્યક્તિને પણ દક્ષિણપૂર્વીય ઈરાનથી એક હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર આ વૃદ્ધ વ્યક્તિને હાઇબ્લડપ્રેશર અને અસ્થમાની બિમારી પણ હતી, જે આવા મામલામાં ઘાતક માનવામાં આવે છે.હાલ તો ઈરાની ડોક્ટરોએ જણાવ્યું નથી કે આ બંને વરિષ્ઠ નાગરિકોને હોસ્પિટલમાં કઈ દવા આપવામાં આવી હતી.
પાછલા કેટલાક દિવસોમાં ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલય એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશમાં 16169 લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે જેમાં 5389 લોકો સારવાર બાદ હોસ્પિટલથી પાછા ચાલ્યા ગયા છે. જો કે ઈરાનમાં તાજા આંકડાઓ 17 હજારને પાર થઇ ચુક્યા છે, જેમાં હજારો લોકોનું મૃત્યુ પણ થઇ ચૂક્યું છે. એવામાં 103 વર્ષીય આ મહિલાએ કોરોના વાયરસને હરાવી ખૂબ સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.