દિગ્ગજ નેતાએ દીકરીના સારા માર્ક્સ માટે, ટોપર વિધાર્થીનીને શાળામાંથી કઢાવી નાખી! યુવતીએ લાગણીશીલ નોટ લખી જીવન ટુકાવ્યું

આજકાલ અવારનવાર આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના ચિત્તૂર (Chittoor) માં ધોરણ 10માં સ્કુલના ટોપરની આપઘાતનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલા તેના માતા-પિતાને ઈમોશનલ નોટ પણ લખી હતી. તેની સાથે તેણે ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો, જેના કારણે તેણે આ ભયાનક પગલું ભર્યું છે.

જણાવી દઈએ કે,ચિત્તૂર નાના શહેર પાલામણેરના રહેવાસી, મિસ્બાહ ફાતિમાના પિતા સોડા વેચનાર છે. આ વિદ્યાર્થીની ગંગાવરમની બ્રહ્મર્ષિ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી. આપઘાત કરતા પહેલા મિસ્બાહ ફાતિમાએ એક ભાવનાત્મક સુસાઈડ નોટ લખીને તેના પિતા અને પરિવારને માફી માંગી હતી.

મિસ્બાહે સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, તેના ક્લાસમાં એક વિદ્યાર્થીની હતી, જેના પિતાએ સ્કૂલ મેનેજમેન્ટ પર મિસ્બાહને સ્કૂલમાંથી કાઢી મુકવા દબાણ કર્યું હતું. જેથી તેની દીકરી ક્લાસમાં ટોપ કરી શકે. આટલું જ નહીં પ્રિન્સિપાલે તેને કોઈપણ કારણ વગર સ્કૂલમાંથી સસ્પેન્ડ પણ કરી દીધી હતી. આ કારણે તે ખૂબ જ નિરાશ અને દુઃખી થઈ ગઈ હતી.

તેમજ મિસ્બાહના પરિવારે આરોપ લગાવ્યો છે કે, પોલીસ આરોપીઓ વિરુદ્ધ ઝડપી કાર્યવાહી કરી રહી નથી, કારણ કે આરોપી શાસક પક્ષનો નેતા છે. આ દરમિયાન, તેલુગુ દેશમ પાર્ટીના MLC અને ભૂતપૂર્વ CM ચંદ્રબાબુ નાયડુના પુત્ર લોકેશે મિસ્બાહ ફાતિમાનાં આપઘાત માટે YSR CP નેતા સુનીલને જવાબદાર ઠેરવ્યા હતા.

લોકેશ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, મિસ્બાહે YSR CP નેતા સુનીલની પુત્રી કરતાં વધુ માર્ક્સ મેળવ્યા છે. તેથી મિસ્બાહને હેરાનગતિ થવા લાગી હતી. તેને સતત ધમકીઓ મળી રહી હતી, આ ધમકીઓ અન્ય કોઈએ નહીં પરંતુ શાળાના આચાર્ય દ્વારા આપવામાં આવી રહી હતી. જેથી મિસ્બાહ ફાતિમાએ આપઘાત જેવું પગલું ભર્યું હતું. લોકેશે YS જગન રેડ્ડી સરકાર પાસે YSRCP નેતા સુનીલ અને બ્રહ્મર્ષિ સ્કૂલના પ્રિન્સિપાલ સામે તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *