ગુજરાતમાં કોરોના વાયરસના એક પછી એક નવા નવા કેસ બહાર આવી રહ્યાં છે. આજે અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં એક નવો કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7થી વધીને 11 થઇ ગઇ છે. આમ અમદાવાદમાં 6, વડોદરામાં 3, સુરતમાં 1 અને રાજકોટમાં 1 કેસ અત્યારસુધી પોઝિટિવ નોંધાયા છે. ગુજરાતમાં મોટા શહેરોમાં કોરોનાનો કેર વધતો અટકાવવા માટે ઉચ્ચ અધિકારી અને મંત્રીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે વડોદરા જવા રવાના થયા છે.
નોંધનીય છે કે, અત્યાર સુધી જેટલા પણ પોઝિટિવ કેસ નોંધાયા છે એ તમામ વિદેશથી આવેલા નાગરિકોમાં નોંધાયા છે. ન્યૂયોર્ક, ફિનલેન્ડ, સ્પેન, સાઉદી અરેબિયા, શ્રીલંકા-લંડનથી આવેલા ભારતીય પ્રવાસીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. ગુજરાતમાં કોરોનાના એકપછી એક કેસ બહાર આવી રહ્યાં છે. છેલ્લા 2 દિવસમાં કોરોના પોઝિટીવનાં 8 કેસો બહાર આવતાં રાજ્યના 14 જિલ્લામાં 144ની કલમ લાગુ કરી દેવાઈ છે.
6 કેસ એકલા અમદાવાદમાં
રાજ્યમાં જે કોરોનાના જે 11 કેસ પોઝિટિવ નોંધાયા છે. તેમાંથી એકલા અમદાવાદમાં 6 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં વધુ એક નવો કેસ બહાર આવતા શહેરમાં કુલ પોઝિટિવ કેસ ત્રણ થયા છે. સુરત અને રાજકોટમાં એક-એક પોઝિટિવ કેસ છે. અમદાવાદમાં કોરોનાના 6 દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવતાં તંત્ર દોડતું થયું છે. બે દર્દીઓ એસવીપી હોસ્પિટલમાં મ્યુનિ. કોર્પોરેશનની હદના છે, જ્યારે અન્ય એક કેસ મ્યુનિ.ની હદ બહારના ગ્રામીણ બોપલનો હોવાથી તે અંગે જિલ્લાનું તંત્ર કામે લાગ્યું છે.
ગુજરાતમાં કુલ 11 પોઝિટિવ કેસ
અમદાવાદ -6
વડોદરા – 3
રાજકોટ – 1
સુરત – 1
ચારેય શહેરોમાં મંત્રી અને ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપાઈ
કોરોના મામલે પોઝિટિવ કેસ નોંધાયા છે એ શહેરોના નિરીક્ષણની જવાબદારી મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને વડોદરાની જવાબદારી સોંપાતા તેઓ વડોદરા જવા રવાના થયા છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામા રાજકોટ પહોંચ્યા છે તો કેબિનેટ મંત્રી ગણપત વસાવા સુરત પહોંચવાના છે.
જ્યારે અમદાવાદનું નિરીક્ષણ ગાંધીનગરથી થવાનું છે. તમામ શહેરોમાં 11.30 વાગ્યે મંત્રીઓ દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવશે. ઉપરાંત ચારેય શહેરોમાં પ્રભાવી સચિવની નિમણૂક કરવામાં આવી છે. ચારેય શહેરોમાં પૂર્વ કલેક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ માટે ડો. રાહુલ ગુપ્તા, વડોદરાનું સુપરવિઝન વિનોદ રાવ, સુરતની જવાબદારી એમ.એસ પટેલ અને અમદાવાદની જવાબદારી પંકજકુમારને સોંપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.