અહિયાં માત્ર 24 કલાકમાં 17 નવા કેસ, દેશના બીજા બે રાજ્યો આવ્યા કોરોનાની જપેટમાં. જાણો વિગતે

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થઈ ચૂકયા છે. જ્યારે કે, 271 લોકોને કોરોનાની અસર જોવા મળી.…

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થઈ ચૂકયા છે. જ્યારે કે, 271 લોકોને કોરોનાની અસર જોવા મળી. શુક્રવારે માત્ર એક જ દિવસમાં દેશમાં કોરોના વાયરસના 50થી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા. અને તેની સાથે જ કોરોનાથી પીડિત દર્દીઓની સંખ્યા 271એ પહોંચી ગઇ છે. શુક્રવારે મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવ્યા. મળતી માહિતી અનુસાર, સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે. અહીં માત્ર 24 કલાકમાં 17 નવા પોઝિટિવ કેસ નોંધાય ચૂકયા છે.

આ 17 નવા પોઝિટિવ કેસમાં પાંચ બ્રિટિશ નાગરીક પણ સામેલ છે. આ સાથે કેરળમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 40થી વધુ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં પણ નવા કેસ સામે આવતા પોઝિટિવ કેસનો આંકડો 50ને પાર પહોંચી ગયો. તો બીજી તરફ ગોવામાં 22 અને 24 માર્ચ સુધી યોજાનારી પંચાયતની ચૂંટણીની સ્થગિત કરવામાં આવી છે. જયારે ગુજરાતમાં પણ 22 માર્ચે યોજાનારી નગરપાલીકાની પેટા ચુંટણી રદ કરવામાં આવી છે.

દેશમાં 23 દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા પછી સાજા થયા હતા. 212 જેટલાં દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે અને એમાંથી બેની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. એવામાં WHOએ 19 માર્ચે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું છે કે ભારતમાં કોરોના કયા સ્ટેજ પર છે અને તે કેટલી ઝડપથી વકરતો જાય છે. WHOએ આપેલી જાણકારી અનુસાર ભારતમાં કોરોનાનું સંક્રમણ સ્થાનિક સ્તરે પહોંચી ગયું છે. સાથે જ અવું પણ જણાવ્યું છે કે લોકલ ટ્રાન્સમિશનનો અર્થ એ છે કે કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ જે તે ભૌગોલિક સ્થળ ખાતે હાજર હોય.

હાલમાં પોલીસ અધિકારીઓએ અમદાવાદ શહેર તથા જૂનાગઢ, ગીર-સોમનાથ, દેવ ભુમિ દ્વારકા તથા ભાવનગર અને અરવલ્લી, સુરત- વડોદરા સહિતના ૧૪ જિલ્લાઓમાં ૧૪૪મી કલમ લાગુ કરવામાં આવી છે અને પોલીસને તમામ વિસ્તારોમા પેટ્રોલીગ કરવાના આદેશો આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *