હાલમાં રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરમાંથી એ કડું:ખદ ઘટના સામે આવી રહી છે. શહેરમાં રહેતા પરિવારનો 11 મહિનાની ઉંમરનો દેવાંશ પોતાના ઘરની ગેલેરીમાં તેના ભાઈની સાથે રમી રહ્યો હતો. આ સમયે અચાનક રમતમાં જ દેવાંશ ઘરના બીજા માળની રેલિંગ પરથી નીચે જમીન પર પટકાઈ ગયો હતો.
નસીબ જોગે દેવાંશ ભાનમાં હતો પરંતુ તેને ખોરાક તથા લોહીના અંશો ધરાવતી ઊલટીઓ થતા તેની હાલત દયનીય બની ગઈ હતી. હતપ્રભ થયેલ પરિવાર દેવાંશને લઇ પાસેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો તેમજ જ્યાંથી તેને અમદાવાદની સિવિલમાં રિફર કરવામાં આવ્યો હતો.
અહીં બાળરોગ વિભાગમાં ડો. બેલા જે. શાહની દેખરેખમાં દેવાંશને ઉગારી લેવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતાં. દેવાંશના મગજનો સીટી સ્કૅન કરતા તેને સબઍરેકૅનોઇડ હૅમરેજ અને ઓક્સિપિટલ રિજનમાં કન્ટ્યુઝન હોવાનું સામે આવ્યું હતું.
પાંસળીઓના નીચલા ભાગમાં એક કરતા વધારે ફ્રૅક્ચર્સ થયાં હતાં :
આ દરમિયાન તાત્કાલિક બીજા ટૅસ્ટ પણ કરવામાં આવ્યાં હતાં. છાતી તથા ઉદરનો સિટી સ્કૅન કરવામાં આવ્યો હતો કે, જેમાં પાંસળીઓના નીચલા ભાગમાં એક કરતા વધારે ફ્રૅક્ચર્સ તથા ડાબી બાજુ હળવું ન્યૂમોથૅરેક્સ હોવાનું જણાઈ આવ્યું હતું.
પેટ અથવા નાના આંતરડામાં પરફોરેશનની શક્યતા પણ જણાઈ આવી હતી. તબીબી વિજ્ઞાનનાં પ્રમાણે, ખાસ કરીને બાળ વયના દર્દીઓની ઘટનામાં, ઉંમર જેટલી ઓછી હોય તેટલી જ સર્જરી વધારેને વધારે જટિલ હોય છે. જોખમ હતું પરંતુ ડોક્ટર્સે વિધાતાની સામે બાથ ભીડવાનું નક્કી કર્યું હતું,
દેવાંશના ઑપરેશનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. બાળરોગ સર્જરી વિભાગના વડા તથા પ્રોફૅસર ડૉ. રાકેશ જોશીના માર્ગદર્શન હેઠળ મદદનીશ પ્રાધ્યાપક ડો. મહેશ વાઘેલા દ્વારા સર્જરી કરવામાં આવી હતી. અતિ જટિલ સર્જરીના છેવટે પેટના પડમાં પડેલ 5 સેમિ જેટલા ચીરાને પાછો ઠીક કરી દેવામાં આવ્યો હતો.
સર્જરી કર્યાં બાદ હ્યદય સંબંધિત ઇજાઓને લીધે દેવાંશના ધબકારા વધી ગયાં :
સર્જરી કર્યાં બાદ હ્યદયથી સંબંધિત ઇજાઓને લીધે દેવાંશના ધબકારા વધી ગયા હતાં. બ્લડ ઇલેક્ટ્રોલાઇટ્સમાં પણ બદલાવ આવ્યો હતો. તેનો પણ પીડિયાટ્રિક્સ વિભાગ દ્વારા કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ધીમે-ધીમે ઇલેક્ટ્રોલાઇટ્સ સામાન્ય થઈ ગયા હતાં.
બધા લોકોને એમ હતું કે, હવે દેવાંશ ઠીક થઈ જશે પરંતુ વિધાતાએ તો જાણે ઉપરા ઉપરી કસોટીઓ લેવાનું નક્કી કર્યું હતું. દેવાંશને ઓપરેશન કર્યાં બાદ સતત તાવ આવતો રહેતો હતો. અલ્ટ્રાસાઉન્ડ પેટના ભાગમાં થોડું ઍબ્ડોનિમલ કલેક્શન પણ હતું. ઓપરેશન પછીના 20 માં દિવસે ફરીથી ઑપરેશન કરવામાં આવ્યું હતું. હવે ડોક્ટર્સ પણ વિધાતા સામે લડી લેવાના મૂડમાં હતાં. દેવાંશના શરીરમાં સર્જાયેલી અન્ય ખામીઓ પણ વીણી વીણીને દૂર કરી દેવામાં આવી હતી.
સારવાર વખતે દેવાંશની સૌપ્રથમ વર્ષગાંઠ પણ આવી હતી :
સારવાર કર્યાં પછી દેવાંશે ધીમે-ધીમે ખોરાક લેવાની શરૂઆત કરી હતી. હવે કોઇપણ તકલીફ ન હતી. જ્યારે કોઇ બાળક આટલી ઊંચાઈ પરથી જમીન પર પટકાઈ જાય ત્યારે તેના એક કરતા વધારે અંગો ઇજાગ્રસ્ત થઈ જતા હોય છે. આવી સારવારમાં એક કરતા વધારે વિભાગોની તજજ્ઞતાની જરૂર પડતી હોય છે.
આવી દુર્ઘટનાથી કેટલાંક દર્દીઓમાં આજીવન કોઇ ખોડખાંપણ રહી જતી હોય છે તથા કેટલાંક કિસ્સામાં જીવ પણ ગુમાવી દેતાં હોય છે. સારવાર વખતે દેવાંશની સૌપ્રથમ વર્ષગાંઠ પણ આવી હતી. માસૂમ દેવાંશ અંદરથી આનંદ અનુભવે તેનું ધ્યાન સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા રાખવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle