કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી રહ્યા. આવી કપરી પરિસ્થિતિનો સામનો કરતુ ગુજરાત હાલ ભગવાન ભરોશે જીવી રહ્યું છે. ક્યાંક બેડ માટે દર્દીઓ લડત લડી રહ્યા છે તો ક્યાંક સારવાર માટે જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે. ત્યારે મોટા ભાગના લોકો દરથી જ મોતને ભેટતા હોય છે. આ ઉપરાંત ખોટી અફવાને પ્રેરાઈને પણ લોકોને ગીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.
આજરોજ આવી જ એક ઘટના બાવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની હેલ્પલાઈનમાં ફોન કરીને લોકો પૂછી રહ્યા છે કે, અમે મનથી ખુબ જ ભાંગી પડ્યા છીએ, અમને હિંમત આપો નહીંતર અમારું જીવન બદતર થઇ જશે. જેને લઈને સાઇકોલોજીના નિષ્ણાતો માનસિક રીતે ભાંગી પડેલા લોકોનું નિયમિત કાઉન્સેલિંગ કરીને તેમને હિંમત આપી રહ્યા છે.
આવી જ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન એક મહિલાએ હેલ્પલાઈનમાં ફોન કરી કહ્યું કે, મારા પતિ ક્યાંકથી વાંચીને આવ્યા છે કે, તમાકુના અર્કમાંથી વેક્સિન કે દવા બની રહી છે, જેને કારણે હવે તેમણે તમાકુ ખાવાનું શરૂ કરી દીધું છે અત્યાર સુધી તેમને કોઈ વ્યસન ન હતું. મહિલાએ પૂછ્યું તો પતિ કહે છે કે, અર્કમાંથી જ જો દવા કે રસી બનવાની હોય તો તમાકુ સીધું ખાઈએ તો શું તકલીફ? હવે એમને કેમ સમજાવવા?
પતિને કઈ થશે તો બાળક સાથે આત્મહત્યા કરી લઈશ
નાના ભાઈ જણાવતા કહ્યું કે, બે ભાઈ વચ્ચે એક જ સંતાન છે મારા ભાઈને કોરોના થયો છે, ભાભી એમ જ રટ્યા કરે છે કે જો એમને કાંઈ થશે તો હું આ બાળક સાથે આત્મહત્યા કરીશ.
ડરમાં સપડાયેલા પરિવારનો ખોફ દૂર કરો
વધુમાં જણાવતા કહ્યું કે, અમારું 14 વ્યક્તિનું ફેમિલી છે, જેમાંથી 11 વ્યક્તિ કોરોના પોઝીટીવ છે, કોઈ કોઈનું ધ્યાન રાખી શકીએ એમ નથી, રોજ રાત્રે સૂઈએ ત્યારે બધાને એમ જ વિચારો આવે છે કે સવારે 14 -14 હયાત હોઈશું કે કેમ? પ્લીઝ. અમારો ડર દૂર કરો.
પિતા માનસિક ડિસ્ટર્બ છે, દવા લેતા નથી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં ફોન કરીને જણાવ્યું કે, સાહેબ મારા પપ્પાની તબિયત બહુ ખરાબ છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે. ડોક્ટર્સે કહ્યું જેટલી સારવારની જરૂર હતી તે આપી છે હવે તેમને સારવારની જરૂર નથી પણ તેઓ મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયા છે. પપ્પા હવે દવા લેતા નથી, શ્વાસ લેવામા તકલીફ પડે છે, અઠવાડિયાથી સુતા નથી, છાતીમાં કફ છે, ઓક્સિજનનું લેવલ 86 આવે છે હવે અમારે શું કરવું એ સમજાતું નથી.
સગર્ભાઓની સારવારની સિવિલમાં વ્યવસ્થા કરાવો
હું ગર્ભવતી છું. અમે માંડ કરી ઘરનું ભરણપોષણ કરીએ છીએ. દવા પણ સિવિલમાંથી જ લેતી હતી. અત્યારે સિવિલમાં કોરોનાના દર્દી હોવાથી હું ત્યાં જઈ શકું એમ નથી. ઉપર રજૂઆત કરો ને કે એવી વ્યવસ્થા કરે કે જે વ્યક્તિ સિવિલમાં આવી રીતે દવા લે છે તેની બીજી જગ્યાએ વ્યવસ્થા કરી દે.
પંખામાંથી કોરોનાના લક્ષણો આવે છે, એસી ચાલુ રાખો
મારા પપ્પા અને કાકા પોઝિટિવ છે. કાકાની હાલત ખરાબ છે. કહે છે કે, એસી ચાલુ કરો પંખામાંથી કોરોનાના લક્ષણ આવે છે. ડોક્ટરે એસીની ના પાડી. પંખો બંધ કરી દઈએ તો બીપીનો પ્રોબ્લેમ થાય છે. જ્યાં સુધી એસી ચાલુ ન કરીએ પંખો બંધ ન કરીએ ત્યાં સુધી જમે નહિ, દવા ન લે શું કરવું?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.