AAP ના વિદ્યાર્થી સંગઠને વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલી અંગે યુનિવર્સિટીમાં કરી પ્રબળ રજૂઆત

આજરોજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરત દ્વારા વિદ્યાર્થીઓને જે હાલાકી અને અગવડ પડતી કે વિદ્યાર્થીઓને હજી સુધી ઓનલાઇન એકઝામ માટે ના યુઝર આઈડી અને પાસવર્ડ આપવાના નહોતા આવ્યા સાથે સાથે વિદ્યાર્થીઓને ઓનલાઇન એકઝામ મા જે જે અડચણ નો સામનો કરવો પડતો હોય તમામ અડચણો નુ નીવારણ આવે એ માટે

આજરોજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા યુનિવર્સિટી ખાતે પ્રબળ રજૂઆત કરવામાં આવી અને આ અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે એ માટે ની ફરજ પાડી, યુનિવર્સિટી પ્રશાસન અને ખાસ કરીને પરીક્ષા વિભાગને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી પરીક્ષા વિભાગ આ અંગે રજૂઆત કરવા જતા અગાઉથી જ પ્રશાસન દ્વારા તાળાબંધી કરી દેવામાં આવી જેથી કરીને વિદ્યાર્થીઓ અંદર ન જઈ શકે,પણ છેવટે ઉપવાસ ની ચીમકી આપતા દરવાજા ખોલવાની ફરજ પડી.

ગઈકાલે વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષામાં પણ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી નો છબરડો બહાર આવ્યો હતો. વિદ્યાર્થીઓ પરીક્ષાના સમયે પરિક્ષા આપવા બેસી તો ગયા, પરંતુ વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપી શક્યા નહીં. યુનિવર્સિટીના સર્વરમાં ખામી હોવાને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા. સાથે જ સોફ્ટવેરમાં વિદ્યાર્થી નો ફોન નંબર આઇડી પાસવર્ડ પણ સમસ્યા થઈ રહી હતી. યુનિવર્સિટીના હેલ્પ લાઈન નંબર પર ફોન કરવામાં આવતા કોઇ દ્વારા ફોન ઉપાડવામાં આવતો નથી.

બીએ, બીકોમ, બીસીએ,બીબીએ, બીએસસી ની મોક ટેસ્ટ માં 28 હજાર વિદ્યાર્થીઓ અટવાયા હતા. હજારો વિદ્યાર્થીઓ લોગીન થઈ શક્યા ન હતા. જ્યારે અનેક વિદ્યાર્થીઓને ફરીવાર લોગીન કરવામાં પણ ખૂબ જ સમસ્યા પડી રહી હતી.

જ્યારે યુનિવર્સિટીના કુલપતિ કહ્યું છે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં નહીં જોડાયા હોય તો તેમના માટે બીજી વાર પરીક્ષા નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ કાલે પરીક્ષા નહોતા આપી શક્યા તેના માટે આજે ફરી એકવાર પરીક્ષા યોજવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *